યુકેની જાણીતી હેલ્થ સાયન્સ બ્રાન્ડ ‘બાયો-સિનર્જી’ (Bio-Synergy) એ કાયનોરા લાઈફ સાયન્સીસ LLP (Kynora Life Sciences LLP) ના માર્કેટિંગ અને વિતરણ સહયોગ સાથે તેની ‘DNA + એપિજેનેટિક્સ કિટ’ લોન્ચ કરીને ભારતીય બજારમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં આ લોન્ચિંગ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે કરવામાં આવ્યું હતું, જે અટકાયતી અને વ્યક્તિગત સ્વાસ્થ્ય (પ્રિવેન્ટિવ અને પર્સનલાઇઝ્ડ હેલ્થ) પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં બાયો-સિનર્જીના સ્થાપક ડેનિયલ હર્મેન, ગુજરાત ટાઇટન્સ (IPL) ના સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ સચિન રાણા, પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ પાર્થ અધ્યારૂ અને અપોલો હોસ્પિટલ્સના જિનેટિક કાઉન્સેલર શ્રીમતી રીના ત્રિવેદી સહિતના અગ્રણી નિષ્ણાતોએ એક વિશેષ પેનલ ચર્ચા સાથે આ કિટનું વિધિવત અનાવરણ કર્યું હતું. આ પેનલ ચર્ચા દરમિયાન માનવ દીર્ઘાયુષ્ય (Longevity) અને એડવાન્સ્ડ ટેસ્ટિંગ દ્વારા અટકાયતી અને વ્યક્તિગત સ્વાસ્થ્ય (પ્રિવેન્ટિવ અને પર્સનલાઇઝ્ડ હેલ્થ) ના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1,500 દેખીતી રીતે સ્વસ્થ લાગતા યુવાનોમાંથી દર છમાંથી એક યુવાન કોઈ પણ લક્ષણો દર્શાવ્યા વિના પહેલાથી જ ‘મેટાબોલિક સિન્ડ્રોમ’ (ચયાપચય સંબંધિત સમસ્યાઓ) સાથે જીવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, 45 કે તેથી વધુ ઉંમરના વયસ્કોમાં મેટાબોલિક સિન્ડ્રોમ અને પ્રી-ડાયાબિટીસનું પ્રમાણ 30% નોંધાયું છે. આ એક એવો તબક્કો છે જ્યાં સ્થિતિને હજુ પણ સામાન્ય બનાવી શકાય છે (રિવર્સ કરી શકાય છે). DNA + Epigenetics Kit વિશેષ રૂપે આ જ સમયગાળા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે જોખમ વધવાનું શરૂ થઈ ચૂક્યું હોય પરંતુ પરિણામ હજુ પણ બદલી શકાય તેમ હોય.

પરંપરાગત DNA ટેસ્ટ માત્ર તમારા નિશ્ચિત જીનેટિક બંધારણ વિશે માહિતી આપે છે, પરંતુ તેનાથી વિપરીત Bio-Synergy ની DNA+Epigenetics Kit ‘એપિજેનેટિક જીન મિથાઇલેશન’માપે છે. આ ટેસ્ટ દર્શાવે છે કે તમારી હાલની જીવનશૈલી, આહાર અને આસપાસનું વાતાવરણ તમારા જીન્સની કાર્યપ્રણાલી (Gene Expression) અને તમારી બાયોલોજીકલ એજ પર કેવી અસર કરી રહ્યા છે. આ કિટ શરીરના 300 થી વધુ માર્કર્સનું વિશ્લેષણ કરે છે અને સુધારા માટે વ્યક્તિગત જીવનશૈલી સૂચનો તેમજ મેટાબોલિક સ્વાસ્થ્યને સપોર્ટ કરવા માટે ઇન-હાઉસ સંશોધિત ન્યુટ્રાસ્યુટિકલ્સ સાથેનો એક વિસ્તૃત રિપોર્ટ પૂરો પાડે છે. તમામ વપરાશકર્તાઓનો DNA ડેટા સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે.
લોન્ચિંગ કાર્યક્રમની શરૂઆત એક નિષ્ણાત પેનલ ચર્ચા સાથે થઈ હતી, જેમાં માનવ દીર્ઘાયુષ્ય અને એડવાન્સ્ડ ટેસ્ટિંગ દ્વારા પ્રિવેન્ટિવ હેલ્થને માત્ર વિચારમાંથી અમલમાં કેવી રીતે લાવવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ, બાયો-સિનર્જીએ એચએનઆઈ (HNIs), રમતગમત ક્ષેત્રની હસ્તીઓ અને મીડિયા સમક્ષ આ કિટનું વિધિવત અનાવરણ કર્યું હતું, અને અંતમાં ઇન્ટરેક્ટિવ પ્રોડક્ટ સેમ્પલિંગનું આયોજન કરાયું હતું.
ભારતમાં DNA+એપિજેનેટિક્સના લોન્ચિંગ અંગે વાત કરતા બાયો-સિનર્જીના સ્થાપક ડેનિયલ હર્મેને જણાવ્યું હતું કે, “ભારતીય સંસ્કૃતિમાં રોગ અટકાવવા અને તંદુરસ્તી જાળવવાને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે, અને આજે તેની જરૂરિયાત પહેલા કરતા પણ વધુ છે. અમે ભારતમાં માત્ર એક ટેસ્ટ નથી લાવી રહ્યા; અમે લોકોને એ જોવાની તક આપી રહ્યા છીએ કે તેમની રોજિંદી પસંદગીઓ તેમના બાયોલોજી પર કેવી અસર કરે છે, જેથી સમય રહેતા તેઓ પોતાના સ્વાસ્થ્યની વાર્તા જાતે ફરીથી લખી શકે.”
ગુજરાત ટાઇટન્સ (IPL) ના સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ સચિન રાણાએ જણાવ્યું હતું કે, “બાયો-સિનર્જીનો DNA + એપિજેનેટિક્સ ટેસ્ટ અંદાજો લગાવીને કામ કરવાની પ્રથાનો અંત લાવે છે. મોટાભાગના લોકો અન્યોના ફિટનેસ પ્લાન અનુસરે છે અને સારા પરિણામની આશા રાખે છે. આ કિટ બતાવે છે કે તમારું પોતાનું શરીર કેવી રીતે પ્રતિભાવ આપે છે અને તેને ક્યાં ધ્યાન આપવાની જરૂર છે, જેથી તમારો પરિશ્રમ યોગ્ય દિશામાં પરિણમે.”
ન્યુટ્રિશનિસ્ટ પાર્થ અધ્યારૂએ જણાવ્યું હતું કે, “300 થી વધુ માર્કર્સ સાથે, હવે આપણે સામાન્ય સલાહ આપવાથી આગળ વધી શકીએ છીએ. આ ટેસ્ટિંગથી હવે વ્યક્તિના શરીરના વાસ્તવિક સંકેતોને સમજીને જ તેનો આહાર નક્કી કરી શકાશે.”

અપોલો હોસ્પિટલ્સના જિનેટિક કાઉન્સેલર શ્રીમતી રીના ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આવા ટેસ્ટિંગથી પ્રિવેન્ટિવ હેલ્થકેર માત્ર એક સામાન્ય સલાહ ન રહેતા એક પુરાવા આધારિત વિજ્ઞાન બની જાય છે. જ્યારે લોકો સામાન્ય સલાહ સાંભળવાને બદલે પોતાના સ્વાસ્થ્યના ચોક્કસ આંકડા જાતે જુએ છે, ત્યારે તેમના વર્તનમાં અને સ્વાસ્થ્ય પ્રત્યેના અભિગમમાં મોટો બદલાવ આવે છે.”
ભારતમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર અત્યાર સુધી માત્ર સમયાંતરે કરાવવામાં આવતા બ્લડ ટેસ્ટ પર આધારિત હતી, જે માત્ર વર્તમાન સ્વાસ્થ્યની ક્ષણિક સ્થિતિ જ દર્શાવે છે. DNA અને એપિજેનેટિક ટેસ્ટિંગ એ ભવિષ્યલક્ષી અને સંપૂર્ણપણે વ્યક્તિગત હેલ્થકેર તરફનું એક મોટું કદમ છે. આનાથી લોકોને એ સમજવામાં મદદ મળે છે કે તેમની જીવનશૈલી તેમના લાંબા ગાળાના સ્વાસ્થ્યને કેવી રીતે આકાર આપી રહી છે, જેથી તેઓ કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદય) સ્વાસ્થ્ય, મેટાબોલિક વેલબીઇંગ, ઉર્જા જાળવી રાખવા કે સ્વસ્થ રીતે ઉંમર વધારવા (હેલ્ધી એજિંગ) જેવા પોતાના લક્ષ્યો માટે યોગ્ય અને સચોટ પગલાં લઈ શકે
