~ ફિલ્મો, ઓરિજિનલ્સ, વેબ સિરીઝ, શૉઝ અને સ્ટેન્ડ–અપ કૉમેડી સહિત જોજો પાસે છે મનોરંજનનો વિશાળ ખજાનો ~
ટાટા પ્લે બિન્જ પોતાના પ્રાદેશિક કન્ટેન્ટના વ્યાપને વધારતાં જાણીતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ‘જોજો’ સાથે જોડાણ કર્યું છે. આ ભાગીદારીથી દર્શકોને ગુજરાતી કન્ટેન્ટની એક બહોળી શ્રેણી માણવા મળશે. વિતેલા સમયમાં જોજો એ દેશ-વિદેશમાં વસતા ગુજરાતી મનોરંજન પ્રેમીઓ વચ્ચે એક ખાસ સ્થાન બનાવ્યું છે.
આ જોડાણ બાદ દર્શકો ટાટા પ્લે બિન્જ પર જોજો ની લોકપ્રિય ફિલ્મો, રસપ્રદ વેબ સિરીઝ, ઓરિજિનલ શૉઝ, નાટકો, બાળકો માટેના એનિમેશન કાર્યક્રમો અને ખાસ ડિજિટલ પ્રીમિયર્સ માણી શકશે. આ ઉપરાંત, વિવિધ ભાષાઓમાં કવિતાઓ અને ગીતો ધરાવતું ‘જોજો કિડ્ઝ’ તેમજ ‘જોજો’ રસોઈ’ જેવા લોકપ્રિય શૉઝ પણ ઉપલબ્ધ રહેશે.
ટાટા પ્લે બિન્જ તમામ ભાષાઓ અને શૈલીઓનું મનોરંજન એક જ જગ્યાએ પૂરું પાડવા માટે જાણીતું છે, જેમાં જોજોના ઉમેરાથી ગુજરાતી કન્ટેન્ટ વધુ મજબૂત બન્યું છે. જોજો પર ‘૩ એક્કા’, ‘ફક્ત પુરુષો માટે’, ‘સાયર મોરી રે’, ‘ચાર ફેરાનું ચકડોળ’ અને ‘ધબકારો’ જેવી હિટ ફિલ્મો સામેલ છે. સાથે જ ‘પ્રેમ પ્રકરણ’, ‘જય કન્હૈયા લાલ કી’, ‘શોર્ટ સર્કિટ’, ‘બેહદ’, ‘મિઝાઝ’, ‘દુનિયાદારી’, ‘મિસરી’, ‘વિક્રમ નં. ૧’, ‘જલસો’ અને ‘ક્યાં છે નાગજી’ જેવા તાજેતરમાં ઉમેરાયેલા તેમજ આગામી આકર્ષણો પણ જોવા મળશે.
આધુનિક ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝથી લઈને સ્ટેન્ડ-અપ કૉમેડી અને રંગભૂમિ સુધી, JOJO પર મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, વિક્રમ ઠાકોર, રૌનક કામદાર અને ઈશા કંસારા જેવા જાણીતા કલાકારોની કૃતિઓ ઉપલબ્ધ છે.
આ ભાગીદારી અંગે વાત કરતાં ટાટા પ્લેના પ્રવક્તાએ જણાવ્યું કે, “આજના સમયમાં અલગ-અલગ એપ્સ વચ્ચે મનપસંદ કન્ટેન્ટ શોધવું દર્શકો માટે પડકારજનક બન્યું છે. ટાટા પ્લે બિન્જમાં અમારો ઉદ્દેશ્ય તમામ મનોરંજન વિકલ્પો એક જ જગ્યાએ લાવીને દર્શકોના અનુભવને સરળ બનાવવાનો છે. જોજોના ઉમેરાથી અમારા પ્રાદેશિક કન્ટેન્ટને વધુ મજબૂતી મળી છે, જેના કારણે દર્શકો એક જ પ્લેટફોર્મ પરથી ફિલ્મો, ઓરિજિનલ્સ, કૉમેડી અને નાટકો સરળતાથી માણી શકશે.”
જોજોના મેનેજિંગ ડિરેક્ટર, ગ્રૂપ સીઈઓ અને ફાઉન્ડર ધ્રુવિન શાહે જણાવ્યું કે, “ગુજરાતી મનોરંજનનો વ્યાપ વધારવા માટે તેનું ડિસ્ટ્રિબ્યુશન ખૂબ જ જરૂરી છે. અમારા માટે જોજોનો અર્થ માત્ર કન્ટેન્ટ બનાવવું નથી, પણ દર્શકો સુધી ગુજરાતી કન્ટેન્ટ વધુ સુલભ બનાવવું છે. ટાટા પ્લે બિન્જ દ્વારા જોજોસમગ્ર ભારતના દર્શકો સુધી પહોંચશે. અમે કન્ટેન્ટ, વિતરણ અને નવા ફોર્મેટ્સમાં સતત આગળ વધી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતી મનોરંજન ક્ષેત્રને એક નવું રૂપ આપવાનો અમારો પ્રયાસ છે.”
જોજો સાથે જોડાઈને ટાટા પ્લે બિન્જ પ્રાદેશિક મનોરંજનના ક્ષેત્રે પોતાના પ્લેટફોર્મને વધુ સમૃદ્ધ બનાવી રહ્યું છે, જેથી ભારતના દર્શકોને વિવિધ પ્રકારનું કન્ટેન્ટ એક જ સ્થાનેથી મળી રહે.
આ તમામ ઓટીટી એપ્સનું સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવવું?
તેના માટે તમારી પાસે છે—ટાટા પ્લે બિન્જ.
હવે અલગ-અલગ એપના સબ્સ્ક્રિપ્શન લેવાની કે દરેકના પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. દર્શકો એક જ સબ્સ્ક્રિપ્શન અને એક જ એપ હેઠળ ૩૦થી વધુ ઓટીટી પ્લેટફોર્મ્સ અને ગેમ્સનો આનંદ માણી શકે છે. જેમાં હોટસ્ટાર, એપલ ટીવી +, ઝી 5, બીબીસી પ્લેયર, એમએક્સ પ્લેયર, લાયન્સગેટ પ્લે, હંગામા પ્લે, શેમારૂમી, ઇપીક ઓન, DocuBay અને અન્ય પ્રાદેશિક એપ્સ સામેલ છે.
૩૦થી વધુ ઓટીટી પ્લેટફોર્મ્સ પર શ્રેષ્ઠ મનોરંજન માણવા માટે આજે જ ટાટા પ્લે બિન્જ એપ ડાઉનલોડ કરો.
