બ્રાન્ડ ગુજરાતમાં 40થી વધુ એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ્સની સ્થાપના કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા ધારે છે
અડાજણ, સુરત, 2024: કેવલ કિરણ ક્લોથીંગ લિમીટેડ (KKCL) ગૃહની પુરુષોની પોષણક્ષમ આઇકોનિક લક્ઝરી ફેશન બ્રાન્ડ લૉમેન (Lawman)એ આજે પોતાની મજબૂત વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે અડાજણ, સુરત શહેરમાં સૌપ્રથમ સ્ટોરનું ઉદઘાટન કર્યુ છે. આ પગલું બ્રાન્ડના ગુજરાતના મહત્ત્વના માર્કેટ્સમાં 40થી વધુ આઉટલેટ્સ દ્વારા રાજ્યમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવાની યોજના સાથે મેળ ખાય છે. તદ્દન નવા આઉટલેટનું ઉદઘાટન સ્માર્ટ, સ્ટાઇલીશ અને આરામદાયક વસ્ત્રો પહેરવાના ગુજરાતની ફેશન-સભાન પ્રજાની વધી રહેલી જરૂરિયાતનો પ્રતિસાદ છે.
આમાં ઉમેરો કરતા કેવલ કિરણ ક્લોથીંગ લિમીટેડના શ્રી દિનેશ જૈન (ડિરેક્ટર)એ જણાવ્યું હતુ કે, “અમને અડાજણ, સુરત, ગુજરાતમાં અમારો સૌપ્રથમ સ્ટોર ખોલતા ખુશી છે, જે રાજ્યમાં 7માં સ્ટોરને અંકિત કરે છે. સુરતની લોકપ્રિય જનતા તરીકે જાણીતા સુરતમાં અડાજણ, અમારા વિસ્તરણ પ્રયત્નોમાં વ્યૂહાત્મક સિદ્ધિ રજૂ કરે છે. આ પગલું અમારા ગ્રાહકોને અપવાદરૂપ ફેશન અને અંતરાયમુક્ત ખરીદી અનુભવ પૂરો પાડવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. ગુજરાતી સમુદાયને અમારી સાથે જોડવાની અપેક્ષા રાખીએ છીએ અને સમાન જુસ્સા અને સમર્પિતતા સાથે સેવા આપવાની અમે અપેક્ષા રાખીએ છીએ.”
આ પ્રસંગે ટિપ્પણી કરતા કિરણ ક્લોથીંગ લિમીટેડના શ્રી વિકાસ જૈન (ડિરેક્ટર)એ જણાવ્યું હતુ કે,“બારડોલીમાં અમારા નવા સ્ટોરનો પ્રારંભ એ લૉમેન માટે એક આકર્ષક પગલું છે. અમારા તાજેતરના કલેક્શન્સ અને એક્સક્લુસિવ પ્રમોશન્સને ફેશન ઉત્સાહીઓને રજૂ કરવાનો અમને આનંદ છે. અમારો લક્ષ્યાંક એવા ખરીદીના સ્થળનું સર્જન કરવાનો છે, જેમાં સ્ટાઇલ, ગુણવત્તા અને નવીનતાનું મિશ્રણ શોધી શકાય. શહેરમાં અમારો નવો સ્ટોર ફેશન ચાહકો માટે લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી આવશે તેવો અમને આત્મવિશ્વાસ છે.”
સૌથી મોટા અને સુંદર પુરુષોના ફેશન સ્ટોર સાથે શહેરમાં તેના પ્રવેશને અંકિત કરતા લૉમેન તેના ટ્રેન્ડી અને ઇન-વોગ કલેક્શન્સને રાજ્યમાં વેગ આપવાનો હેતુ ધરાવે છે. 756 ચો.ફૂટમાં ફેલાયેલ, અડાજણ, સુરતનું આઉટલેટ વર્ગમાં શ્રેષ્ઠ ટ્રેન્ડિંગ ડિઝાઇન્સ અને નવા યુગના ફેબ્રિક્સ પ્રદાન કરીને પુરુષો માટેના કેઝ્યૂઅલ અને વર્ક વસ્ત્રોને ઉન્નત બનાવે છે. વધુમાં તે જરૂરિયાત અનુસારના ફીટ્સ, સરળ ડ્રેસીંગ સાથે સંપૂર્ણ વોર્ડરોબ ઉકેલ પૂરો પાડે છે, જેથી ગ્રાહકો સવારથી લઇને સાંજ સુધી સ્ટાઇલમાં રહી શકે જેમાં શોર્ટ્સ, ટી-શર્ટ્સ, કેઝ્યૂઅલ શર્ટ્સ અને ટ્રાઉઝર્સ, કેઝ્યૂલ પેન્ટ્સ અને ફેશન ટ્રાઉઝર્સના અસંખ્ય વિકલ્પોનો સમાવેશ થાય છે.
અદ્યતનતા ધરાવતા આ સ્ટોરના પરિસરને તેના આધુનિક સમકાલીન ડિઝાઇન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, જે ક્લીન લાઇન્સ દ્વારા વર્ગીકૃત્ત લાઇટીંગ અને આવકારદાયક વાતાવરણને આમંત્રે છે. આ અનુભવને તાલીમબદ્ધ સેલ્સ એસોસિયેટ્સ દ્વારા વધુ ઉન્નત બનાવવામાં આવ્યો છે, જેઓ પ્રત્યેક મુલાકાત યાદગાર બની રહે તેની ખાતરી કરતા અંગત સેવા પૂરી પાડે છે. અડાજણ, સુરત સ્થિત લૉમેનનો સ્ટોર ફક્ત એક ખરીદીનું સ્થળ નથી પરંતુ જે લોકો પ્રારંભિક ઓફર્સની અપેક્ષા રાખે છે તેવા લોકો માટે મુલાકાત લેવાનું એક આવશ્યક સ્થળ પણ બનાવે છે.
આ સ્ટોર સ્વપ્નીલવ્હીલ કો-ઓપ સોસાયટી લિમીટેડ, પ્લોટ 9, અડાજણ, સુરત, ગુજરાત 395005માં ભોંયતળીયે આવેલો છે. નવો લૉમેન સ્ટોર બ્રાન્ડની વિસ્તરી રહેલી હાજરીનો પુરાવો છે. આ સુવ્યવસ્થિત સ્થાન દુકાનદારો માટે અનુકૂળ પ્રવેશ અને ઉચ્ચ દૃશ્યતાની ખાતરી આપે છે. આ ઉમેરા સાથે, લૉમેન સ્થાનિક સમુદાયને ફેશનેબલ સોલ્યુશન્સ આપવાનું ચાલુ રાખે છે, જે તેની શૈલી અને ગ્રાહક સંતોષ પ્રત્યેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.