કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે ભવ્ય મુહૂર્ત સંપન્ન
અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું ભવ્ય મુહૂર્ત આજે અમદાવાદ સ્થિત હોટેલ સિલ્વર ક્લાઉડ ખાતે ધાર્મિક વિધિ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયું છે. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ, ટેકનિકલ ટીમ તેમજ ગુજરાતી સિનેમાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ટીમને નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કેતન ઠક્કર…
