અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ઉદ્યોગ સાહસિકો, નીતિ નિર્માતાઓ અને નાણાકીય નિષ્ણાતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે, અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નીતિ વિષયક નિષ્ણાત સીએ નરેશ કેલ્લા દ્વારા તેમના બહુચર્ચિત પુસ્તક ‘ઇન્ડિયા: અ નેશન રાઇઝિંગ: બિલ્ડિંગ ટુડે, એમ્પાવરિંગ ટુમોરો‘ (India: A Nation Rising: Building Today. Empowering Tomorrow) નું વિમોચન કરવામાં આવ્યું હતું. શાસન, નાણાં અને વેપાર ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુ સમયના ઊંડા અનુભવ પર આધારિત આ પુસ્તક ભારતના અભૂતપૂર્વ આર્થિક રૂપાંતરની વાર્તા રજૂ કરે છે અને ભવિષ્યના વિકાસ માટેનો એક સ્પષ્ટ રોડમેપ આપે છે. પુસ્તક વિમોચન પ્રસંગે સીએ કેલ્લાએ જણાવ્યું હતું કે જ્યારે સુશાસન, નાણાકીય વ્યવસ્થા અને નવીનતા (ઇનોવેશન) એકસાથે આવે છે, ત્યારે વિકાસ માત્ર ઝડપી નથી બનતો પરંતુ અવિરત બની જાય છે.
સામાન્ય આર્થિક વિશ્લેષણોથી અલગ, આ પુસ્તક ભારતના વિકાસમાં લેખકના પ્રત્યક્ષ યોગદાન અને અનુભવો પર આધારિત છે. ૨૦૧૪ માં ICAI ની નેશનલ ઈકોનોમિક એડવાઈઝરી કમિટીના સભ્ય અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર તરીકેની તેમની પ્રારંભિક નિમણૂકોથી લઈને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સચિવ, પ્રમુખ અને વાઇસ ચેરમેન તરીકે એમએસએમઈ (MSME) ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સુધી, સીએ કેલ્લાએ હંમેશા રાષ્ટ્રીય નીતિઓ અને ગ્રાઉન્ડ લેવલની આર્થિક વાસ્તવિકતાઓ વચ્ચે સંતુલન જાળવ્યું છે. આ ઉપરાંત, તેમણે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય ફી નિયમન સમિતિના સભ્ય, ઓલ ઇન્ડિયા શુગર ટ્રેડ ટેક્સેશન કમિટીના ચેરમેન અને ગુજરાત રાજ્ય ભાજપ સીએ સેલના કન્વીનર તરીકે પણ મહત્વપૂર્ણ સેવાઓ આપી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા સીએ નરેશ ધનરાજ કેલ્લાએ જણાવ્યું હતું કે, “ભારતના સુવર્ણ કાળનો નવો અધ્યાય એવા લોકો લખશે જેઓ દૂરંદેશી સાથે અમલીકરણ, મહત્વાકાંક્ષા સાથે શિસ્ત અને નીતિઓ સાથે પરિણામોને જોડશે. આ પુસ્તક માત્ર એક નિરીક્ષક તરીકે નહીં, પરંતુ દેશના વિકાસ પ્રવાસના સક્રિય ભાગીદાર તરીકે લખવામાં આવ્યું છે.” આ પ્રસંગે યોજાયેલી ચર્ચામાં નિષ્ણાતોની ભૂમિકા, ગિફ્ટ સિટી (GIFT City) અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારોનું વ્યૂહાત્મક મહત્વ તેમજ દેશના આર્થિક વિકાસમાં સ્થાનિક વેપારીઓ અને એમએસએમઈની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં વિમોચન બાદ, આ પુસ્તક પ્રસિદ્ધ ‘ફ્રેન્કફર્ટ બુક ફેર ૨૦૨૬‘ (Frankfurter Buchmesse 2026) ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવશે. ૭ થી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન મેસે ફ્રેન્કફર્ટ ખાતે સ્ટેન્ડ 4.2 D31 પર સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા (CEST) સુધી મુલાકાતીઓ માટે આ પુસ્તક પ્રદર્શિત કરવામાં આવશે. આ પુસ્તક હાલમાં વિશ્વભરના મુખ્ય બુક સ્ટોર્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. મીડિયા ઇન્ક્વાયરી, રિવ્યુ કોપી અથવા સીએ નરેશ કેલ્લાના ઇન્ટરવ્યુ માટે મીડિયા રિલેશન્સ ટીમનો સંપર્ક કરી શકાશે.
