અપકમીંગ ગુજરાતી ફિલ્મ ફાટી ને?ની સ્ટારકાસ્ટે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં પતંગબાજીની મજા માણી

અમદાવાદ, 13 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં હાલ,વૈશ્વિક ફલકે પોતાની આગવી ઓળખ ધરાવતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે.આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણીમાંજેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ગુજરાતી ફિલ્મ ફાટી ને?ના કલાકારો સહિત ટીમની ઉપસ્થિતિએ લોકોને આકર્ષિત કર્યા. ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ રાજ્યમાં ઉજવાતી સૌથી લોકપ્રિય ઇવેન્ટ છે, જ્યાં વિશ્વભરના લોકો સહિત હજારો લોકો ભાગ લેતા જોવા મળે છે.

ફાટી ને? ફિલ્મના કલાકારોહિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, મોના થીબા કનોડિયા, આકાશ ઝાલા અને હેમિન ત્રિવેદીએપોતાની આગવી અદામાંકાઇટ ફેસ્ટિવલની ઉજવણીના ઉત્સાહને વધારી દીધો હતો. તેઓએ ઉપસ્થિત લોકોની વચ્ચે પતંગ ઉડાડ્યા અને મીડિયા તથા ઉપસ્થિતોને પતંગો વહેંચ્યા અને લોકો સાથે ફોટો પડાવ્યા હતા. ફિલ્મના કલાકારોએ તાજેતરમાં જ રિલીઝ થયેલા તેમના ગીત “આઘો ખસ”પર ડાન્સ કરી લોકોને ઝૂમાવી દીધા હતા.

હિતુ કનોડિયાએ ઉત્તરાયણને સુરક્ષિત રીતે ઉજવવા માટે હૃદયપૂર્વક અપીલ કરવા સાથે લોકોને ઉત્તરાયણની ઉજવણી કરતા પતંગ ચગાવતી વખતે તેમની ફિલ્મનું તાજેતરમાં લોન્ચ થયેલ ગીત “આઘો ખસ” વગાડવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે તેના એનર્જેટિક મ્યુઝિક અને પ્રાસંગિક શબ્દો સાથે ગુજરાતની પતંગબાજીની પરંપરાને પરફેક્ટ રીતે રજૂ કરતું આ ગીત જ્યારે દરેક ધાબા પર વાગશે ત્યારે પતંગબાજીની મજા બમણી થઈ જશે.

સ્મિત પંડ્યાએ ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા તમામને આ ફિલ્મને થિયેટર્સમાં જોવા માટે આમંત્રણ આપ્યું, અને તેમના અનોખા અંદાજમાં કહ્યું કે “દરેકના મનમાં ફક્ત એક જ પ્રશ્ન હશે – ફાટી ને?”

આ કાર્યક્રમમાં ફિલ્મના દિગ્દર્શક ફૈસલ હાશમી,કેનસ ફિલ્મ્સ તરફથીનિર્માતા શૈશવ પ્રજાપતિ, પ્રકાશ સાવંત, હાર્દિક ગોહેલ અને ફેનિલ દવે(જેઓ લેખક પણ છે), એસપી સિનેકોર્પના પ્રેઝન્ટર શરદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ ફાટી ને?ની અનોખી સ્ટોરી અને ગુજરાતી સિનેમાના દર્શકોને નવા અંદાજમાં મનોરંજન પીરસવાને લઇને તેમના ઉત્સાહ વિશે વાતચીત કરી. તેઓએ દર્શકોને એક યાદગાર સિનેમેટિક જર્નીનું વચન આપતી આ ફિલ્મને થિયેટર્સમાં જઇને જોવા માટે અપીલ કરી હતી.

ઇનેટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ખાતે ફાટી ને? ટીમની ઉત્સાહસભર ઉઇપસ્થિતિએ ઇવેન્ટમાં જુસ્સો ઉમેરીનેલોકો પર એક અમીટ છાપ છોડી અને ફિલ્મની રિલીઝને લઇને ઉત્સુકતા વધારી દીધી.

“ફાટી ને?” ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો, અને ટૂંક સમયમાં થિયેટર્સમાં “ફાટી ને?” જોવાનું ચૂકશો નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *