ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત તથા ઝી સ્ટુડિયોઝ દ્વારા રિલીઝ કરવામાં આવી રહેલી બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના ભવ્ય ટીઝરને સોશિયલ મીડિયા પર મળેલા અકલ્પનીય પ્રતિસાદ બાદ, સમગ્ર ફિલ્મ પ્રોજેક્ટને લઈને દર્શકો અને એક્ઝિબિટર્સ તરફથી અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીઝર લોન્ચ થતાં જ સિનેમાપ્રેમીઓ અને દાદાના ભક્તોમાં જોવા મળેલા જબરદસ્ત ક્રેઝને પગલે હવે થિયેટર માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સમાં ફિલ્મના સ્ક્રીનિંગ અને એડવાન્સ બુકિંગ વહેલી તકે શરૂ કરવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ટીઝર લોન્ચના માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ દેશ-વિદેશના એક્ઝિબિટર્સ તરફથી શોઝ ફાળવવા અને એડવાન્સ બુકિંગ ઓપન કરવા માટે સતત પૂછપરછ અને ડિમાન્ડ આવી રહી છે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસા પર આધારિત આ ફિલ્મ આગામી ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાતના અમદાવાદ, સુરત, મોરબી, આણંદ, નવસારી, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને જામનગર ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ગોવા જેવા પ્રમુખ શહેરોના સિનેમા માલિકો ફિલ્મ માટે વધુમાં વધુ શોઝ ફાળવવા અને વહેલી તકે એડવાન્સ બુકિંગ વિન્ડો ઓપન કરવા નિર્માતાઓનો સંપર્ક કરી રહ્યા છે.
દાદાના ભક્તો અને દર્શકો વિશ્વભરમાં પથરાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફિલ્મ માટે જબરદસ્ત માહોલ સર્જાયો છે. થાઈલેન્ડ, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ચાઈના જેવા દેશોમાં ઓએમજી પિક્ચર્સ (OMG Pictures) મારફતે ઓવરસીઝ એક્ઝિબિટર્સ પણ સ્ક્રિનિંગ આયોજન અને બુકિંગ માટે ભારે આતુરતા દર્શાવી રહ્યા છે. સંજય પ્રજાપતિ દ્વારા લિખિત અને પ્રશાંત દેશાવલ દ્વારા નિર્દેશિત આ ભક્તિપ્રધાન ફિલ્મમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન, મયૂર કુમાર, સાગર પંચાલ, હરિકૃષ્ણ દવે, ભરત ઠક્કર, હેતલ બારોટ, કલ્પેશ પટેલ, નિહારિકા દવે, મીત, અતુલ પ્રજાપતિ, પ્રથમ, પરેશ શુક્લા અને મહેશ કોટેચા જેવા પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. નિર્માતા ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર, આનંદ અઘારા, હાર્દિક પટેલ અને સહ-નિર્માતા મોહિત વઘાસિયાના આ ભવ્ય પ્રોજેક્ટને લઈને સમગ્ર સિનેમા જગત અને પ્રેક્ષકોમાં ભારે અપેક્ષાઓ સેવાઈ રહી છે.
