“ચોર નં. ૧” એ બોરિંગ રૂટિન લાઈફથી કંટાળી ચૂકેલા દર્શકો માટે એક પરફેક્ટ સ્ટ્રેસ-બસ્ટર સાબિત થાય છે. જો તમે કોઈ ભારેભરખમ લોજિક વગર ફક્ત શુદ્ધ હાસ્ય, ઉત્તમ અભિનય અને પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું ક્લીન મનોરંજન શોધતા હોવ, તો આ ફિલ્મ એક વાર સિનેમાઘરમાં જોવા ચોક્કસ જવી જોઈએ.
અભિનયની વાત કરીએ તો, શ્રેય મારાડિયા, ઋષિ જાની અને પાર્થ મોદીની ત્રિપુટીએ પોતાની સહજ અને ઊર્જાવાન અદાકારીથી ફિલ્મમાં પ્રાણ ફૂંકી દીધા છે. આ ત્રણ મિત્રોની બોન્ડિંગ અને સ્ક્રીન પ્રેઝન્સ એટલી મજબૂત છે કે તેમની વચ્ચેની નાની-નાની નોકઝોક પણ ચહેરા પર સ્મિત લાવી દે છે. વળી, અનુભવી અભિનેતા અર્ચન ત્રિવેદીની ઉપસ્થિતિ ફિલ્મની ગરિમા અને કૉમેડી બંનેમાં વધારો કરે છે. કપિલ સાહેત્યાના વેધક ડાયલોગ્સે ફિલ્મની પંચલાઇન્સને વધુ ધારદાર બનાવી છે, જેના પર થિયેટરમાં વારંવાર તાળીઓનો ગુંજારવ સાંભળવા મળે છે.
4/5 stars

