મારું ગોઠવાઈ ગયું” https://youtu.be/um3_Uj37YbA
ચોર ના ભાઈ ચોર” https://youtu.be/T-5MkvfTas0
EForU એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત અને આગામી ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી બહુપ્રતિક્ષિત ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” ના બે ધમાકેદાર ગીતો “મારું ગોઠવાઈ ગયું” અને “ચોર ના ભાઈ ચોર” તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યા છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ પડ્યા બાદ હવે આ બંને સંગીતમય ગીતોને પણ સોશિયલ મીડિયા પર દર્શકો તરફથી અદ્ભુત પ્રતિસાદ અને પ્રેમ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના ટ્રેલરને 2 મિલિયન્સથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે.
ફિલ્મ વિષે આંચલ શાહ, શ્રેય મારડિયા, ઋષિ જાની, માનિન ત્રિવેદી એ માહિતી આપી.

આ ફિલ્મનું સંગીત જાણીતા સંગીતકાર મૌલિક મહેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે તેના ઉત્સાહવર્ધક બોલ કિરણ પરિહાર દ્વારા લખવામાં આવ્યા છે. લોકપ્રિય ગાયક ઉમેશ બારોટના અવાજમાં ગવાયેલું રોમેન્ટિક ડાન્સ ટ્રેક “મારું ગોઠવાઈ ગયું” યુવા વર્ગમાં ધૂમ મચાવી રહ્યું છે. બીજી તરફ, મીત મહેતા અને મૌલિક મહેતાના અવાજમાં ગવાયેલું ફન ટ્રેક “ચોર ના ભાઈ ચોર”સમાજના રમુજી અને કટાક્ષપૂર્ણ પાસાઓને ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરે છે.
રાકેશ શાહના લેખન અને નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ પ્રશાંત મોદી, અમિત વેડાવાળા અને પિન્કી વેડાવાળાએ નીલેશ મોદીના માર્ગદર્શન હેઠળ કર્યું છે. ફિલ્મમાં શ્રેય મારાડિયા, ઋષિ જાની, પાર્થ મોદી, આંચલ શાહ અને અર્ચન ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વાર્તા ત્રણ કર્મચારીઓ આસપાસ ફરે છે, જેઓ મેનેજરની ભૂલનો શિકાર બન્યા પછી બદલો લેવા માટે એક જ રાતમાં ચોરીનો પ્લાન બનાવે છે, જેનાથી અનેક ગેરસમજ અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જાય છે.
નાસિર ખાનની સિનેમેટોગ્રાફી, કપિલ સાહેત્યાના દમદાર સંવાદો અને અયાન મકવાણાના બેકગ્રાઉન્ડ સ્કોર સાથે આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થવા જઈ રહી છે. આ બે શાનદાર ગીતોના લોન્ચ સાથે જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની આતુરતા બેગણી થઈ ગઈ છે. “ચોર નં. ૧” આગામી ૨૩ ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં દર્શકોને હસાવવા અને ભરપૂર મનોરંજન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
