હવે વિદેશી બ્રાન્ડ્સને ટક્કર આપશે શ્રીજી રેમેડીઝ નું ૧૦૦% આયુર્વેદિક ‘સ્વદેશી હર્બલ ઇન્હેલર’

અમદાવાદ, ગુજરાત : આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનોના ક્ષેત્રમાં વર્ષ 1993 થી નામ ધરાવતી અમદાવાદની અગ્રણી કંપની શ્રીજી રેમેડીઝ દ્વારા ગ્રાહકોની રોજિંદી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે તેમનું મુખ્ય ઉત્પાદન ‘સ્વદેશી હર્બલ ઇનહેલર’ સમગ્ર ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ કરાવવાની ઘોષણા  કરવામાં આવી છે. શુદ્ધ અને પ્રમાણિત આયુર્વેદિક ઉત્પાદનો આપવાના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રીજી રેમેડીઝ, રસાયણયુક્ત ઉત્પાદનોના આ જમાનામાં લોકોને પ્રકૃતિની નજીક લાવવા માટે કટિબદ્ધ છે. હાલમાં વૈશ્વિક અને ભારતીય સ્વાસ્થ્ય બજારમાં બીમાર પડતાં પહેલાં સાવચેતી રાખવા અને કુદરતી ઉત્પાદનો તરફ ગ્રાહકોનો ઝુકાવ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે કંપનીનું આ કુદરતી ઇનહેલર બજારમાં ઉપલબ્ધ રસાયણ આધારિત અન્ય ઇનહેલર્સ માટે એક શ્રેષ્ઠ અને તંદુરસ્ત વિકલ્પ સાબિત થશે.

આ પ્રસંગે ડૉ. સમીપ શાહ, આયુર્વેદ એક્સપર્ટ , શ્રીજી રેમેડીઝ એ  જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને રસાયણયુક્ત દવાઓ અને તેની આડઅસરોથી બચાવીને આયુર્વેદની શક્તિ સાથે જોડવાનો છે. ‘સ્વદેશી હર્બલ ઇનહેલર’ એ માત્ર એક ઉત્પાદન નથી, પરંતુ શ્વસનની તકલીફો સામે પ્રકૃતિનું એક સુરક્ષિત રક્ષણ છે. ગ્રાહકો તરફથી મળેલા અદભૂત પ્રતિસાદને કારણે જ અમે હવે આ શુદ્ધ કુદરતી સારવારને ડિજિટલ અને પરંપરાગત માધ્યમો દ્વારા દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા જઈ રહ્યા છીએ.”

બજારમાં મળતા સામાન્ય રસાયણ આધારિત ઇનહેલર્સમાં કૃત્રિમ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે, જેના વારંવારના વપરાશથી નાકની અંદરની ત્વચા સુકાઈ જાય છે અને તેની આદત પડી જવાની શક્યતા રહે છે. તેની સામે ‘સ્વદેશી હર્બલ ઇનહેલર’ સંપૂર્ણપણે જુદું પડે છે, કારણ કે તે ૧૦૦% કુદરતી ઘટકો જેવા કે કપૂર, અજમો, ફુદીનો અને નીલગિરી જેવી શુદ્ધ જડીબુટ્ટીઓમાંથી બનેલું છે. આ ઉત્પાદન વાપરવામાં એકદમ સુરક્ષિત છે, તેની કોઈ આદત પડતી નથી અને તે કોઈ પણ આડઅસર વગર કુદરતી રીતે શ્વસનતંત્રને સાફ કરીને તાજગી પ્રદાન કરે છે. શ્રીજી રેમેડીઝ મુખ્યત્વે દર્દ નિવારણ સંભાળ, શ્વસન સુખાકારી, વાળની સંભાળ અને રોજિંદી સ્વાસ્થ્ય જરૂરિયાતોની શ્રેણીમાં શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરે છે, જેમાં હર્બલ ઇનહેલર ઉપરાંત આયુર્વેદિક પેઇન રિલીફ ઓઇલ (ઘાસ તેલ) અને બામ જેવા ગ્રાહક ઉપયોગી ઉત્પાદનો સામેલ છે.

કંપનીનું અત્યાધુનિક અને સંપૂર્ણ સ્વચ્છ મેન્યુફેક્ચરિંગ યુનિટ નરોડા, અમદાવાદ ખાતે આવેલું છે, જે આયુર્વેદિક દવાઓના પ્રોસેસિંગ માટેના તમામ આધુનિક મશીનોથી સજ્જ છે. ઉત્પાદનની સર્વોચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કંપની પાસે આયુષ મંત્રાલયની મંજૂરી (ડી એન્ડ સી એક્ટ, શેડ્યૂલ ટી હેઠળ) અને જીએમપી (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ) જેવા તમામ જરૂરી પ્રમાણપત્રો છે. ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ન થાય તે માટે કંપની એક કડક થ્રી-ટાયર એટલે કે ત્રણ સ્તરીય ગુણવત્તા પ્રક્રિયા અનુસરે છે, જેમાં સીધા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી કાચી જડીબુટ્ટીઓનું પરીક્ષણ, ઉત્પાદન દરમિયાન સ્વચ્છતાની ચકાસણી અને પેકિંગ પહેલાં દરેક બેચનું લેબોરેટરી ટેસ્ટિંગ સામેલ છે.

શરૂઆતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારતના કેટલાક રાજ્યોમાં મજબૂત પકડ બનાવ્યા બાદ, ભારે ડિમાન્ડને પગલે હવે કંપની પોતાના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને ઈ-કોમર્સના માધ્યમથી તેને સમગ્ર ભારતમાં ઉપલબ્ધ કરાવી રહી છે. હાલમાં કંપની સાથે સેંકડો વિતરકો અને હજારો રિટેલ મેડિકલ તથા આયુર્વેદિક સ્ટોર્સ જોડાઈ ચૂક્યા છે. ગ્રાહકો ઘરે બેઠા સરળતાથી ખરીદી કરી શકે તે માટે ‘સ્વદેશી હર્બલ ઇનહેલર’ કંપનીની સત્તાવાર વેબસાઇટ (Shreejeeayurveda.com) ઉપરાંત એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *