જન્માષ્ટમીના પાવન પર્વે ‘અઘોરી મ્યુઝિક’ની ખાસ ભેટ: ભક્તિ અને આધુનિક હિપ-હોપના સમન્વય સાથે લોન્ચ કર્યું નવું ધમાકેદાર ગીત “સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?”

અમદાવાદ: ગુજરાતી અર્બન સંગીત અને હિપ-હોપ કલ્ચરમાં અગ્રેસર સ્થાન ધરાવતા લોકપ્રિય બેન્ડ ‘અઘોરી મ્યુઝિક’ (Aghori Muzik) દ્વારા જન્માષ્ટમીના ભવ્ય તહેવાર નિમિત્તે કૃષ્ણ ભક્તો અને સંગીતપ્રેમીઓ માટે એક વિશેષ ભક્તિમય અને પાવરફુલ ગીત “સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?” લોન્ચ કરવામાં આવ્યું છે. બેન્ડના આગામી વૈશ્વિક પ્રોજેક્ટ અને ચર્ચિત આલ્બમ ‘વેલકમ ટૂ ગુજરાત’ ના મુખ્ય ટ્રેક્સ પૈકીનું આ ગીત ભગવાન શ્રીકૃષ્ણની અપાર કૃપા, મિત્રતા અને આધ્યાત્મિક શક્તિની ઉજવણી કરે છે.

આ ગીતના લિરિક્સ  સંપૂર્ણપણે અઘોરી મ્યુઝિક (Aghori Muzik) દ્વારા લખવામાં આવ્યા છે. ગીતમાં પાવરફુલ રેપ સેક્શન ક્રુઝ (Kruz) અને હાર્ડ-ડી (Hard-D) દ્વારા પરફોર્મ કરવામાં આવ્યો છે, જ્યારે તેના ભક્તિમય અને મધુર કમ્પોઝિશનને ક્રુઝ (Kruz), અવિરલ (Aviral) અને રિધમ (Rhythm) એ પોતાના અવાજમાં ગાઈને સંગીતપ્રેમીઓ સમક્ષ રજૂ કર્યું છે.

યમુનાજીના વ્રજથી લઈને અરબી સમુદ્રની વચ્ચે સોનાની નગરી દ્વારકામાં વિરાજતા ‘શેઠ શામળિયા’ની મહિમા ગાતું આ ગીત, પરંપરાગત ભક્તિભાવ અને મોર્ડન અર્બન હિપ-હોપ મ્યુઝિકનો એક અદભુત સમન્વય છે. ગીતમાં રાધાજીનો સાથ, મીરાંની ઝાંઝરી, સુદામાની નિઃસ્વાર્થ મિત્રતા અને કળિયુગમાં પણ અર્જુન (પાર્થ)ના સારથિ બનીને સાચો માર્ગ બતાવનારા કૃષ્ણના વિશ્વાસને ખૂબ જ સુંદર અને પાવરફુલ શબ્દોમાં વણી લેવાયો છે.

અઘોરી મ્યુઝિકના આર્ટિસ્ટ્સ—ક્રુઝ (Kruz), કે.ડીપ (K.Deep) અને હાર્ડ-ડી (Hard-D) એ પોતાના અનોખા અંદાજમાં આ ગીતનું લેખન કર્યું છે તથા આ સોન્ગનું કમ્પોઝીશન ક્રુઝ દ્વારા કરાયું છે અને રેપ ક્રુઝ તથા હાર્ડ- ડી દ્વારા પરફોર્મ કરાયું છે.કૃષ્ણ અને ભક્ત વચ્ચેના અનોખા સંબંધને રજૂ કરતા તેઓ જણાવે છે કે, “આજના ભાગદોડ અને ગૂંચવણભર્યા કળિયુગમાં જો દ્વારકાધીશનો સાથ અને વિશ્વાસ હોય, તો માણસને કોઈપણ મુશ્કેલી કે પ્રશ્નનો ડર રહેતો નથી.”

ઇન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ કરનાર અઘોરી મ્યુઝિકે આ ગીતમાં આધુનિક વેસ્ટર્ન હિપ-હોપ અને રેપ બીટ્સ સાથે ભક્તિરસનો એવો માહોલ ઊભો કર્યો છે જે આજની યુવા પેઢીને કૃષ્ણ ભક્તિ સાથે સીધી રીતે જોડે છે. આ ગીત જન્માષ્ટમીના ઉત્સવ, શોભાયાત્રાઓ અને મટુકી ફોડના કાર્યક્રમોમાં ધૂમ મચાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *