કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી

કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું.

સોમવારે રાત્રે ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં “કાશી રાઘવ” ફિલ્મના સ્ટાર કાસ્ટ દીક્ષા જોષી, જયેશ મોરે, પીહુ ગઢવી, શ્રુહદ ગૌસ્વામી સહિત મુવીની ટીમ કડીના મહેમાન બની હતી અને ફાઇનલ ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહી પોતાની ફિલ્મનું પ્રમોટ કર્યું હતું. 3 જાન્યુઆરી, 2025ના રોજ થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ” ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને મૂળ કડીના ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિર્ગ્દર્શક છે.

તેમજ ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. તેમજ ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી તથા ફિલ્મની પૂરી ટીમ કડીના મહેમાન બની હતી.

કડીના ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ “કાશી રાઘવ” ફિલ્મી કલાકારો કડી ખાતે ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ ક્રિકેટના મેદાન ખાતે પહોંચી વુમન ક્રિકેટ મેચની વુમન ટીમનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *