બેન્ડ બાજા બિંજ: આ લગ્નની મોસમમાં શેમારૂમી પર માણો ૧૭ ગુજરાતી ફિલ્મો અને શોની મનોરંજનસભર સફર

ગુજરાતી સંસ્કૃતિમાં લગ્ન માત્ર એક પ્રસંગ કે વિધિ નથી, પરંતુ પરિવાર, પરંપરા, ભોજન, સંગીત અને સંબંધોની ઉજવણી છે, જેમાં થોડુંક ડ્રામા પણ સામેલ હોય છે. યોગ્ય જીવનસાથીની શોધ અને પારિવારિક અપેક્ષાઓથી લઈને લગ્નની ભાગદોડભરી તૈયારીઓ અને અણધાર્યા વળાંકો સુધી, દરેક ગુજરાતી લગ્ન સાથે જોડાયેલી હોય છે કેટલીક યાદગાર ક્ષણો.

લગ્નની મોસમના આગમન સાથે શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિંજ’, એક વિશેષ વેડિંગ-સીઝન કલેક્શન, જે ૧૯થી ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. શેમારૂમી ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’ના મુખ્ય આકર્ષણ સાથે આ કલેક્શનમાં લગ્ન, જીવનસાથીની પસંદગી, રોમાન્સ અને પારિવારિક સંબંધોના વિવિધ રંગો રજૂ કરતી ગુજરાતી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હળવી-ફૂલકી કોમેડી અને હૃદયસ્પર્શી પ્રેમકથાઓથી લઈને રોજિંદા જીવન સાથે જોડાયેલા પારિવારિક ડ્રામા સુધી, આ કલેક્શનમાં દરેક પ્રકારના દર્શકો માટે કંઈક ખાસ છે. ‘બિચારો બેચલર’, ‘લગન સ્પેશિયલ’, ‘નાડી દોષ’, ‘હું અને તું’, ‘ધ ગ્રેટ ગુજરાત મેટ્રિમોની’, ‘વિકીડાનો વરઘોડો’, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘શરતો લાગુ’, ‘સ્વાગતમ્’, ‘ઓમ મંગલમ્ સિંગલમ્’, ‘કજોડું’, ‘વાત વાતમાં’, ‘ધુમ્મસ’, ‘અફરા તફરી’, ‘કચ્છ એક્સપ્રેસ’ અને ‘છાસણી’ જેવી ફિલ્મો અને શો આ કલેક્શનને લગ્નની મોસમમાં મનોરંજન માણવા માટેનો એક ઉત્તમ વિકલ્પ બનાવે છે. આ કલેક્શનમાંથી પસંદ કરેલી સાત ખાસ કૃતિઓ વિશે જાણીએ.

૧. ‘હજુ વાત ચાલે છે’ – જ્યારે લગ્ન માટે જીવનસાથી શોધવાની પ્રક્રિયા જ બની જાય એક મનોરંજક સફર

ગુજરાતી પરિવારોમાં મુરતિયાની શોધ જેટલી ગંભીર હોય છે, એટલી જ મનોરંજક પણ હોય છે. શેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’માં શિવાનીની એક પછી એક ગોઠવેલાં લગ્ન માટેની મુલાકાતોની સફર દર્શાવવામાં આવી છે, જેમાં પરંપરાગત લગ્નપ્રક્રિયાને આધુનિક અને હાસ્યસભર અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ‘હજુ વાત ચાલે છે’ સંબંધો અને પારિવારિક સમીકરણોને એકદમ સહજ અને વાસ્તવિક રીતે રજૂ કરે છે.

તેમના માટે, જેઓ માને છે કે દરેક સંબંધમાં સંવાદ, સમજણ અને ધીરજ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.

૨. ‘કજોડું’ – જ્યારે સંબંધોની ગૂંચવણો લે છે અણધાર્યું સ્વરૂપ

લગ્ન અને સંબંધોની સફર હંમેશાં સરળ કે સીધી નથી હોતી. શેમારૂમી ઓરિજિનલ થ્રિલર સિરીઝ ‘કજોડું’માં મિત્ર ગઢવી અને ઈશા કંસારા મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ ભાવેશ નામના એક લાચાર અને ઉતાવળા વ્યક્તિની વાર્તા છે, જે એક મેરેજ બ્રોકરની અસામાન્ય ‘કોઈ સવાલ નહીં’ની શરત સ્વીકારી લે છે. પરંતુ ત્યારબાદ તેને ખબર પડે છે કે તેની દેખીતી રીતે પરફેક્ટ દુલ્હનનાં જીવનમાં પણ અનેક રહસ્યો છુપાયેલાં છે. સસ્પેન્સ, અણધાર્યા વળાંકો અને રહસ્યમય ઘટનાઓ સાથે આ સિરીઝ લગ્નની મોસમની મનોરંજનસભર વૉચલિસ્ટમાં એક નવો જ રંગ ઉમેરે છે.

તેમના માટે, જેઓ બિંજ વૉચિંગની સાથે થોડા સસ્પેન્સનો તડકો પણ પસંદ કરે છે.

૩. ‘લગન સ્પેશિયલ’ – જ્યારે વરરાજા વિના જ નીકળી શકે છે લગ્નની ગાડી!

મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનીત ‘લગન સ્પેશિયલ’ એક પારિવારિક કોમેડી-ડ્રામા છે, જેમાં રોમાન્સ, નાટક અને હાસ્યનો સુંદર સમન્વય જોવા મળે છે. શેખર અને સુમનની પ્રેમકથામાં લગ્નની મોસમ દરમિયાન આવતા વિવિધ અવરોધો વાર્તાને વધુ મનોરંજક બનાવે છે.

તેમના માટે, જેઓ એક જ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી અને લગ્નની ધમાલનો ભરપૂર આનંદ માણવા ઇચ્છે છે.

૪. ‘નાડી દોષ’ – જ્યારે પ્રેમની કસોટી પરંપરાઓ સાથે થાય છે

ઘણા ગુજરાતી પરિવારોમાં લગ્નના નિર્ણયો માત્ર બે વ્યક્તિઓની પરસ્પર સુસંગતતા પર આધારિત નથી હોતા, પરંતુ તેમાં પરંપરાઓ, જ્યોતિષશાસ્ત્ર અને પારિવારિક માન્યતાઓ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જાનકી બોડીવાલા અને યશ સોની અભિનીત ‘નાડી દોષ’માં એક યુવાન પ્રેમી યુગલના સંબંધમાં જ્યોતિષીય મેળાપને લઈને ઊભી થતી સમસ્યાઓ અને તેના પરિણામોની રસપ્રદ વાત રજૂ કરવામાં આવી છે.

તેમના માટે, જેઓ પ્રેમ, પારિવારિક અપેક્ષાઓ અને પરંપરાગત માન્યતાઓ વચ્ચેના સંઘર્ષને દર્શાવતી વાર્તાઓ માણવાનું પસંદ કરે છે.

૫. ‘ધ ગ્રેટ ગુજરાત મેટ્રિમોની’ – જ્યારે યોગ્ય જીવનસાથીની શોધ બની જાય આખા પરિવારનું મિશન

ગુજરાતી પરિવારોમાં જીવનસાથીની શોધ ઘણી વાર આખા પરિવારની જવાબદારી બની જાય છે, જેમાં દરેક સભ્યને યોગ્ય જીવનસાથી વિશે પોતાનો અભિપ્રાય આપવો હોય છે. લગ્ન, જીવનસાથીની પસંદગી અને સંબંધોની ઉજવણી કરતા આ કલેક્શનમાં ‘ધ ગ્રેટ ગુજરાત મેટ્રિમોની’ એક રસપ્રદ ઉમેરો છે.

તેમના માટે, જેઓ જીવનસાથીની શોધ દરમિયાન થતા અસંખ્ય સવાલો, પરિવારજનોની ભલામણો અને યોગ્ય પાત્ર મળવાના ઉત્સાહથી સારી રીતે પરિચિત છે.

૬. ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ – જ્યારે સિંગલ રહેવું પણ બને છે ઉજવણીનું કારણ

દરેક વ્યક્તિને લગ્ન કરવાની ઉતાવળ હોય એવું જરૂરી નથી. આજની પેઢી સંબંધો અને સાથસંગાથને લઈને પોતાનો આગવો અભિગમ ધરાવે છે. ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ આ કલેક્શનમાં આધુનિક વિચારધારાનો એક અલગ જ રંગ ઉમેરે છે.

તેમના માટે, જેઓ સિંગલ છે, લગ્નની મોસમની મજા માણે છે, પરંતુ જીવન જીવવાની પોતાની ગતિ અને સમયને પ્રાથમિકતા આપે છે!

૭. ‘કચ્છ એક્સપ્રેસ’ – જ્યારે લગ્નજીવનમાં જરૂરી બને છે એકબીજાને પોતાની જગ્યા આપવી

કચ્છના મનમોહક અને વિશિષ્ટ પ્રાકૃતિક સૌંદર્યની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી ‘કચ્છ એક્સપ્રેસ’ મોંઘી નામની એક પ્રતિભાશાળી કલાકાર અને પરિણીત મહિલાની વાર્તા છે, જે પોતાની સાસુ સાથે એક અનોખો સંબંધ ધરાવે છે. માનસી પારેખ અને રત્ના પાઠક શાહ અભિનીત આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ લગ્નજીવન, પારિવારિક અપેક્ષાઓ અને પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવાની સફરને સુંદર રીતે રજૂ કરે છે.

તેમના માટે, જેઓ લગ્નજીવન પછીના જીવન અને સંબંધોની સમજણ પર આધારિત વિચારપ્રેરક તથા સુંદર દૃશ્યો ધરાવતી વાર્તા માણવા ઇચ્છે છે.

જીવનસાથીની પસંદગી અંગેની ચર્ચાઓ અને પ્રેમની શરૂઆતથી લઈને પારિવારિક અપેક્ષાઓ અને લગ્નની ઉજવણી સુધી, આ ૧૭ ફિલ્મો અને શો ગુજરાતી લગ્નજીવનના વિવિધ રંગો અને લાગણીઓને જીવંત કરે છે. પછી ભલે તમે લગ્નની ઉજવણીમાં વ્યસ્ત હો કે પછી મનોરંજનથી ભરપૂર કંઈક જોવાની ઇચ્છા ધરાવતા હો, ૧૯થી ૩૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન શેમારૂમી પર ‘બેન્ડ બાજા બિંજ’ સાથે મનોરંજનની આ સફર માણો અને તમારા લગ્નના મૂડને અનુરૂપ વાર્તા શોધી કાઢો.

લગ્નની સીઝન, બિંજ કરવાનું રીઝન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *