- અભિલાષ ઘોડા પ્રસ્તુત, ગુજરાતી ફીલ્મ ‘સરગમ’ : પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓની વાત આગામી પાંચ જૂને થશે રિલીઝ
- ૪૫ વર્ષના અનુભવી અને જાણીતા ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડાની પ્રસ્તુતી સાથે પ્રેમ અને સંબંધોની હૃદયસ્પર્શી કહાની હવે મોટા પડદે
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ તિહાઈ ટૉક (Tihai Talk) દ્વારા ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડા છેલ્લા ૪૫ વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે ફિલ્મનું નિરીક્ષણ કર્યા બાદ તેની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈ આ ફિલ્મ સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય લીધો છે. તેમના આ જોડાણથી ફિલ્મ પ્રત્યેની વિશ્વસનીયતા અને અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
‘સરગમ’ માત્ર એક પ્રેમકથા નથી, પરંતુ આજના સમાજના એક અત્યંત સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે. સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિષયને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. પ્રેમ, સંબંધો, લાગણીઓ, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શતી આ ફિલ્મમાં અઢળક કોમેડી, લાગણીસભર દ્રશ્યો અને હૃદયને સ્પર્શી જાય એવી ક્ષણોનો અનોખો સંગમ જોવા મળશે.
ફિલ્મમાં હર્ષલ માંકડ – હેયાન, શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા (આર્ટ કોર્પોરેશન) છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના સ્વ.સિધ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવિરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઇ મોઢવાડીયા એસોસિયેટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે.
ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હર્ષલ માંકડ (હેયાન) ના છે. જીવન, પ્રેમ અને સંબંધોના અનેક રંગોને અસરકારક રીતે રજૂ કરતો આ સ્ક્રીનપ્લે ફિલ્મની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે.
સંગીતપ્રેમીઓ માટે પણ ફિલ્મ વિશેષ આકર્ષણ ધરાવે છે. ફિલ્મના ગીતોને ભારતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે, જે ફિલ્મની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે.
ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં ‘સરગમ’ એક એવી ફિલ્મ બની શકે છે જે દર્શકોને માત્ર મનોરંજન જ નહીં પરંતુ સંબંધો અને જીવન વિશે વિચારવા માટે પણ પ્રેરિત કરશે. ફિલ્મના શુભેચ્છક તથા સરગમ ટીમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.
આવતી ૫ જૂને પરિવાર સાથે માણો પ્રેમ, લાગણીઓ, હાસ્ય અને સંબંધોની અનોખી સફર — ‘સરગમ’.
અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ — એક એવી ફિલ્મ જે દિલને સ્પર્શશે અને લાંબા સમય સુધી યાદ રહેશે.
ફિલ્મની ટિકિટો બુક માય શો (BookMyShow) તેમજ સમગ્ર ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં ઉપલબ્ધ રહેશે.
ગ્રુપ બુકિંગ, બલ્ક બુકિંગ અથવા ફિલ્મ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો :
📞 +૯૧ ૭૯૮૪૮ ૨૧૦૪૪ (79848 21044)
📞 +૯૧ ૮૭૮૦૮ ૬૮૭૮૨ (87808 68782)
