ગુજરાતી સિનેમામાં મનોરંજનનો એક ભવ્ય અને ગ્લેમરસ વળાંક : ફિલ્મ કુકા

મારુતિ આર્ટ ફિલ્મ્સ પ્રસ્તુત ફિલ્મ ‘કુકા’ ગુજરાતી ફિલ્મોના ક્લાસિક ઢાંચામાંથી બહાર નીકળીને એક ગ્લેમરસ અને હાઈ-ઓક્ટેન મનોરંજન પૂરું પાડે છે. દિગ્દર્શક હિમાન્શુ પટેલે આ ફિલ્મને માત્ર એક વાર્તા તરીકે નહીં, પણ એક શાનદાર વિઝ્યુઅલ ટ્રીટ તરીકે રજૂ કરી છે. ગોવાના રમણીય કિનારા પર શૂટ થયેલા દ્રશ્યો અને M.K. સભાણીની આકર્ષક સિનેમેટોગ્રાફી ફિલ્મને બોલિવૂડ સ્તરની ભવ્યતા આપે છે, જે મોટા પડદા પર જોવી એક લ્હાવો છે.

ફિલ્મની વાર્તા અને ડાયલોગ્સમાં શ્રીકાંત રાઠોડની પકડ સ્પષ્ટ દેખાય છે, જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખવામાં સફળ રહે છે. અભિનયના મોરચે, સમર્થ શર્મા અને મોહિત શર્માએ પોતાની ભૂમિકામાં પૂરો ન્યાય આપ્યો છે, તો બીજી તરફ ચેતન દૈયાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ પાત્રમાં પ્રાણ ફૂંકી શકે છે. મિકુલ સોનીનું સંગીત અને રાજ સિનેજિયાની કોરિયોગ્રાફી ફિલ્મના પેસને જાળવી રાખે છે, ખાસ કરીને અરવિંદ વેગડાના અવાજવાળા ગીતો થિયેટરમાં પ્રેક્ષકોને ઝૂમવા પર મજબૂર કરી દે તેવા છે.

‘કુકા ઈઝ મની કેશ’ માત્ર એક સ્લોગન નથી, પણ આખી ફિલ્મની ગતિશીલતાનો અર્ક છે. એક મજબૂત ટેકનિકલ ટીમ અને ઉત્સાહી કલાકારોના સમન્વયથી બનેલી આ ફિલ્મ ગુજરાતી સિનેમાના બદલાતા સ્વરૂપની સાક્ષી પૂરે છે. જો તમે હાસ્ય, સંગીત અને શાનદાર વિઝ્યુઅલ્સના શોખીન હોવ, તો 17 એપ્રિલના રોજ રિલીઝ થતી આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.

અમારા તરફથી આ નવા પ્રયાસને  4 / 5 સ્ટાર્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *