ભારતના અગ્રણી આરોગ્યસંભાળ સેવા પ્રદાતા, અમદાવાદના અપોલો હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક અને મલ્ટી-સ્પેશિયાલિટી કેરને મજબૂત બનાવવા માટે એડવાન્સ્ડ PET-CT સુવિધા શરૂ કરે છે.

અમદાવાદ, મે, ૨૦૨૬ અપોલો  હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, અમદાવાદ દ્વારા તેના ન્યુક્લિયર મેડિસિન વિભાગ હેઠળ એડવાન્સ્ડ PET-CT સ્કેન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા વિવિધ રોગોના વહેલા નિદાન અને એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ ક્ષેત્રે હોસ્પિટલની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. આ સુવિધાનું ઉદઘાટન અપોલો હોસ્પિટલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ (હોસ્પિટલ ડિવિઝન) ડૉ. મધુ સાસિધર અને હોસ્પિટલની વરિષ્ઠ નેતૃત્વ ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોલતા અપોલો હોસ્પિટલ્સ ઈન્ટરનેશનલ લિમિટેડના ન્યુક્લિયર મેડિસિન અને PET-CT વિભાગના સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “આ અદ્યતન PET-CT સિસ્ટમ દ્વારા અમે રોગોનું નિદાન ખૂબ જ પ્રારંભિક તબક્કે કરી શકીશું અને રોગના ફેલાવાની વધુ સચોટતાથી તપાસ કરી શકીશું. આનાથી અમને સારવારની યોજનાઓ વધુ ચોકસાઈથી તૈયાર કરવામાં, દર્દીઓ સારવારમાં કેવો પ્રતિસાદ આપી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં અને પરિણામો સુધારવા માટે યોગ્ય સમયે હસ્તક્ષેપ કરવામાં મદદ મળશે. ઝડપી સ્કેનિંગ સમય અને ઓછા રેડિયેશન એક્સપોઝર આ સમગ્ર પ્રક્રિયાને દર્દીઓ માટે વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવશે. ક્લિનિકલ દ્રષ્ટિકોણથી, આ ઉમેરો અપોલો હોસ્પિટલ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ, અમદાવાદ ખાતેની અમારી નિદાન ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત કરે છે, જે અમને વધુ સમયસર, પુરાવા-આધારિત અને વ્યક્તિગત સંભાળ પૂરી પાડવા દેશે. તે વધુ સંખ્યામાં દર્દીઓને કાર્યક્ષમ રીતે સંભાળવાની અમારી ક્ષમતામાં પણ વધારો કરે છે, જેનાથી વધુ લોકો વિલંબ વગર અદ્યતન કેન્સર નિદાન મેળવી શકશે.”

PET-CT (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી–કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી) નો પ્રારંભ ડાયગ્નોસ્ટિક ઈમેજિંગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે, કારણ કે તે એનાટોમિકલ આકારણીની સાથે મેટાબોલિક ઈમેજિંગ પણ સક્ષમ બનાવે છે. આ ટેકનોલોજી ચિકિત્સકોને પરંપરાગત ઈમેજિંગ પદ્ધતિઓ જેવી કે CT અથવા MRI ની સરખામણીમાં ઘણી વહેલી તકે અસાધારણતા શોધવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી ઓન્કોલોજી અને અન્ય વિશેષતાઓના નિદાન, સ્ટેજીંગ અને દેખરેખમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી એકંદર ક્લિનિકલ પરિણામોમાં સુધારો થાય છે.

નવી સ્થાપિત Discovery IQ Gen 2 (3-ring PET-CT system) હોસ્પિટલમાં ડાયગ્નોસ્ટિક ચોકસાઈ અને કાર્યક્ષમતા લાવે છે. આ સિસ્ટમ ઉચ્ચ સંવેદનશીલતા અને બહેતર ઈમેજ સ્પષ્ટતા પ્રદાન કરે છે, જેનાથી વધુ સચોટ નિદાન શક્ય બને છે, જ્યારે ઘટાડેલો સ્કેન સમય દર્દીને વધુ આરામ અને ઝડપી પ્રક્રિયાની ખાતરી આપે છે. વધુમાં, આ ટેકનોલોજી ઓછા રેડિયેશન એક્સપોઝર માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે દર્દીઓ માટે સલામત છે. તેની વિશાળ વ્યુઇંગ રેન્જ દર્દીઓની વ્યાપક શ્રેણી માટે ઇમેજિંગ સક્ષમ કરે છે અને એક જ સત્રમાં આખા શરીરના સ્કેન કરવાની ક્ષમતા નિદાનની કાર્યક્ષમતા અને સગવડમાં વધારો કરે છે.

આ સિસ્ટમ દરરોજ ૧૫-૨૦ સ્કેન કરી શકે છે, જે સમયસર નિદાનની સુલભતામાં નોંધપાત્ર સુધારો કરશે અને દર્દીઓ માટે વેઇટિંગ પિરિયડમાં ઘટાડો કરશે. આ વધેલી ક્ષમતા આ પ્રદેશમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક સ્ક્રીનીંગ અને મૂલ્યાંકનની વધતી જતી માંગને પહોંચી વળવામાં મદદ કરશે.

લોન્ચિંગ પ્રસંગે ટિપ્પણી કરતા અપોલો હોસ્પિટલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ (હોસ્પિટલ ડિવિઝન) ડૉ. મધુ સાસિધરે જણાવ્યું હતું કે, “PET-CT જેવી અદ્યતન ડાયગ્નોસ્ટિક ટેકનોલોજીનો ઉમેરો એ પ્રદેશમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને દર્દીઓને તેમના પોતાના વિસ્તારમાં જ વિશ્વસ્તરીય સંભાળ મળે તેની ખાતરી કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. કેન્સર જેવા ગંભીર રોગોના અસરકારક સંચાલનમાં વહેલું અને સચોટ નિદાન નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એપોલોમાં, અમે અમારા દર્દીઓ માટે અત્યાધુનિક તબીબી ટેકનોલોજી લાવવા માટે પ્રતિબદ્ધ છીએ, અને આ અદ્યતન PET-CT સુવિધા સમયસર અને સચોટ નિદાન દ્વારા અને દર્દી-કેન્દ્રિત કેર પરના અમારા ધ્યાનને વધુ મજબૂત કરે છે, જે સારવારના આયોજનમાં સુધારો કરે છે અને અંતે દર્દીના સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિણામ લાવે છે.”

અપોલો હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, અમદાવાદના સીઈઓ, Cdr. જેલસન કવલક્કટએ જણાવ્યું હતું કે, “એડવાન્સ PET-CT સુવિધા ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં અમારી અદ્યતન ડાયગ્નોસ્ટિક અને મલ્ટિ-સ્પેશિયાલિટી સારવારની ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સમયસર અને સચોટ નિદાનની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ ટેકનોલોજી દર્દીઓને તેમના જ વિસ્તારની નજીક અદ્યતન નિદાન સેવાઓ મેળવવામાં મદદરૂપ થશે. અપોલો હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, અમદાવાદ ખાતે અમે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને ગુણવત્તાયુક્ત, દર્દી-કેન્દ્રિત સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”

સ્પર્ધાત્મક કિંમતો અને CGHS તથા આયુષ્માન ભારત જેવી સરકારી યોજનાઓ હેઠળ ઉપલબ્ધતા સાથે, હોસ્પિટલનો ઉદ્દેશ્ય અદ્યતન નિદાન સેવાઓને સામાન્ય દર્દીઓ સુધી સુલભ બનાવવાનો છે. આ સુવિધાને ન્યુક્લિયર મેડિસિન નિષ્ણાતો, રેડિયેશન સેફ્ટી ઓફિસર્સ, તાલીમબદ્ધ ટેકનિશિયન અને નર્સિંગ સ્ટાફ સહિતની એક વિશેષ ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જે તમામ કડક સુરક્ષા અને ગુણવત્તાના પ્રોટોકોલનું પાલન કરે છે.

આ લોન્ચ સાથે, અપોલો હોસ્પિટલ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ આ પ્રદેશમાં અગ્રણી હેલ્થકેર પ્રદાતા તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાનું ચાલુ રાખે છે, જે જટિલ રોગોના વધતા ભારને પહોંચી વળવા માટે અદ્યતન ટેકનોલોજી અને દર્દી-કેન્દ્રીત સંભાળ પૂરી પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *