Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the digital-newspaper domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u312033972/domains/karnawatinews.com/public_html/wp-includes/functions.php on line 6121
જેટસિંથેસિસના ગ્લોબલ મ્યુઝિક જંકશન (GMJ)એ હરિયાણવી સેન્સેશન સપના ચૌધરી સાથે એક્સક્લુસિવ સોદા પર હસ્તાક્ષર કર્યા – Karnawati News

જેટસિંથેસિસના ગ્લોબલ મ્યુઝિક જંકશન (GMJ)એ હરિયાણવી સેન્સેશન સપના ચૌધરી સાથે એક્સક્લુસિવ સોદા પર હસ્તાક્ષર કર્યા

~પ્રથમ મહિને જ આ સહયોગ દ્વારાનું પ્રથમ ગીત, ‘જલે 2’સૌથી ઝડપી ગીત બન્યુ હતું જે 10 અબજથી વધુ અંદાજિત ઇમ્પ્રેશન સાથે ઇન્સ્ટાગ્રામ પર 60 લાખ રીલ્સ સુધી પહોંચ્યુ હતું ~

~તેની સાથેના મ્યુઝિક વીડિયાએ યુટ્યૂબ પર આશ્ચર્યજનક 10 કરોડ વ્યૂઝ અને 30 લાખ જેટલી ઇમ્પ્રેશન્સ પ્રાપ્ત કરી હતી ~

ભારત,  જાન્યુઆરી, 2024 – આધુનિકા યુગની ડિજીટલ એન્ટરટેઇનમેન્ટ અને ટેકનોલોજીકલ કંપની જેટસિંથેસિસની ડિજીટલ એન્ટરટેઇનમેન્ટ પેટાકંપની, ગ્લોબલ મ્યુઝિક જંકશન વેસ્ટર્ન બીટ્સ (હરિયાણા પાંખ) એ ઘોષણા કરતા ગર્વ અનુભવે છે કે તેને પ્રતિભાશાળી ભારતીય કલાકાર સપના ચૌધરી સાથે એક્સક્લુસિવ ભાગીદારી કરતા ગર્વ છે. આ નવા સહયોગ મારફતે, અન્ય સેવાઓ ઉપરાંત GMJ સપના માટેના વ્યાપક કલાકાર વ્યવસ્થાપન, જીવંત ઇવેન્ટ્સ, કન્ટેન્ટ નિર્માણ, વિતરણ, બ્રાંડ વ્યવસ્થાપન અને ઇવેન્ટ્સ સંકલન માટે જવાબદાર રહેશે. GMJની હરિયાણા પાંખ ‘વેસ્ટર્ન બીટ’, આ તમામ નવા સહયોગના વ્યવસ્થાપન પર દેખરેખ રાખવાની અગત્યની કામગીરી કરશે.

આ સહયોગ બાદ રજૂ થયેલું “જલે 2” શિર્ષકવાળુ સૌપ્રથમ ગીત ઝડપથી સેન્શેનલ હીટ પૂરવાર થયુ છે, જેણે લોન્ચ થયાના સપ્તાહમાં તમામ રેકોર્ડઝ તોડી નાખ્યા છે. પ્રથમ મહિને જ, તે 60 લાખ રીલ્સ સુધી પહોચનાર સૌથી ઝડપી ગીત બન્યુ હતું, જેણે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ સેન્સેશન બનાવ્યું હતુ અને ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ 10 અબજથી વધુ ઇમ્પ્રેશન છોડી હતી.

યુટ્યૂબ પરના સાથેના મ્યુઝિક વીડિયોએ આશ્ચર્યજનક 10 કરોડ વ્યૂઝ મેળવ્યા છે, જેમાં 30 લાખથી વધુ ઇમ્પ્રેશન્સ છે. આ આંકડાકીય માહિતી ગીતની નોંધપાત્ર પહોચ અને લોકપ્રિયતા પર ભાર મુકે છે, કેમ કે તે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યુ છે જેમાં દર ત્રણ વ્યક્તિમાંથી એક ટ્રેક સાંભળ્યો હોવાનો અંદાજ છે.

ગ્લોબલ મ્યુઝિક જંકશનના સ્થાપક અને સીઇઓ રાજકુમાર સિંઘએ આ સહયોગ વિશે પોતાની ખુશી એમ કહીને વ્યક્ત કરી હતી કે, “અમારા અનેક એક્સક્લુસિવ કલાકારોમાં સપના ચૌધરીને બોર્ડ પર સમાવતા અમે રોમાંચિત છીએ. તેણીની પ્રાદેશિ મ્યુઝિક ક્ષેત્રેની સતત લોકપ્રિયતા પ્રાદેશિક મ્યુઝિક અને મનોરંજનને દેશના પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાના અમારા વિઝનને યોગ્ય બનાવશે. અમારો સહયોગ ઉદ્યોગમાં રેકોર્ડ તોડવાનું ચાલુ રાખશે તેવો અમને આત્મવિશ્વાસ છે.”

વેસ્ટર્ન બીટના સીઇઓ સાહીલ સંધુએ એમ કહીને આ સિદ્ધિ પોતાનો ગર્વ રજૂ કર્યો હતો કે, ” ‘જલે 2’ની સફળતા સખત મહેનતનું પ્રમાણ અને અમારી ટીમની સમર્પિતતા છે. અમારી સપના ચૌધરી સાથેની  ભાગીદારીએ દેશભરમાં ચાહકોનો પડઘો પાડતા ગુણવત્તાયુક્ત મ્યુઝિક ડિલીવર કરીને ઊંચા માપદંડો નિર્ધારિત કર્યા છે. આ મુસાફરની સતત રાખવા માટે અને અમારા પ્રેક્ષકો માટે વધુ વિશિષ્ટ મ્યુઝિક લાવવા માટે અમે ઉત્સુક છીએ.”

સપના ચૌધરીએ આ સહયોગ વિશે પોતાનો ઉત્સાહ એમ કહીને વ્યક્ત કર્યો હતો કે, ‘જેટસિંથેસિસના ગ્લોબલ મ્યુઝિક જંકશન અને વેસ્ટર્ન બીટ્સ સાથે મ્યુઝિક ઉદ્યોગને પુનઃવ્યાખ્યાયિત કરવાની તેમની મુસાફરીમાં હાથ મિલાવતા આનંદ અનુભવુ છું. ‘જલે 2’ને જે રીતે પ્રેમ મળે છે તે જોતા હૃદય ઉષ્માથી ભરાઇ જાય છે અને હવે આવનારા અન્ય દરેક ગીતો માટે તેમના પ્રતિભાવની પ્રતીક્ષા કરી શકતી નથી. આ ભાગીદારી સાથે, હું મારા મ્યુઝિકને વધુ પ્રેક્ષકો સમક્ષ લઇ જઇ શકીશ અને ‘જલે 2’ની સફળતા એ તેનું ઉદાહરણ છે. GMJ અને હુ બન્ને સાથે મળીને નવા રેકોર્ડઝ તોડવાનો અને ભવિષ્યમાં વિશિષ્ટ મ્યુઝિક માટેનું મંચ તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.'”

જેટસિંથેસિસનું ગ્લોબલ મ્યુઝિક જંકશન અને સપના ચૌધરીના સહયોગે નિઃશંકપણે મ્યુઝિક ઉદ્યોગને વધુ શુદ્ધ બનાવ્યો છે, જે પ્રાદેશિક સંગીત, અપવાદરૂપ પ્રતિભા અને નવીન વ્યૂહરચનાઓનુ પ્રદર્શન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *