પરંપરાગત ગરબા, શરણાઈના મધુર સૂર અને સામુદાયિક ભાવનાના સંગમ સાથે નવી પેઢીને મળશે જૂના ગુજરાતની નવરાત્રીનો અનોખો અનુભવ
અમદાવાદ: નવરાત્રી એટલે ગરબા, સંગીત અને ઉત્સાહનો મહાપર્વ. ત્યારે આ વર્ષે અમદાવાદમાં નવરાત્રીની ઉજવણીમાં એક અનોખી પરિકલ્પના સાથે ‘સાંકડી શેરી ગરબા’નું આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાતની પરંપરાગત સાંકડી શેરીઓની આત્મીયતા, સંસ્કૃતિ અને સામુદાયિક ભાવનાને વિશાળ ખુલ્લા મેદાનમાં જીવંત કરવાના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉત્સવ માત્ર ગરબાની ઉજવણી નહીં, પરંતુ જૂના ગુજરાતની પરંપરાઓ અને નવરાત્રીના મૂળ સ્વરૂપને ફરીથી અનુભવવાની એક અનોખી તક બની રહેશે.
અમદાવાદના મધ્યસ્થ વિસ્તારમાં, અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરો માટે અનુકૂળ સ્થળે યોજાનારા આ વારસાગત થીમ આધારિત ગરબા મહોત્સવનું આયોજન ચાર જાણીતી આયોજક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવી રહ્યું છે. જેમાં *સત્યમ ઇવેન્ટ્સ એક્સેલન્સ, ધ ડ્રીમ ઓર્ગેનાઇઝર, એસ. એચ. રોયલ ઇવેન્ટ્સ અને પેડી એન્ડ કંપની*નો સમાવેશ થાય છે.
‘સાંકડી શેરી’ નામ પાછળ છુપાયેલી છે ગુજરાતની સંસ્કૃતિની કહાની
ગુજરાતનાં શહેરો અને ગામડાઓની સાંકડી શેરીઓ એક સમયે માત્ર રસ્તાઓ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર હતી. નવરાત્રી દરમિયાન લોકો પોતાના ઘરની બહાર નીકળી, પરિવારજનો અને પડોશીઓ સાથે ખભેખભા મિલાવીને સાદા અને પરંપરાગત તાલે ગરબા રમતા હતા. ત્યારે ન તો ભવ્ય મંચની જરૂર હતી કે ન તો કોઈ વિશાળ સજાવટની. ગરબાનો સાચો આનંદ લોકોના સહિયારા ઉત્સાહ, પરિચિત સંગીત અને એકબીજા સાથે જોડાયેલી લાગણીમાં સમાયેલો હતો.

આ જ જૂની શેરીઓની આત્મીયતા, પોતાપણું અને સહિયારાપણાની ભાવનાને ફરીથી જીવંત કરવાના વિચાર સાથે ‘સાંકડી શેરી ગરબા’ની પરિકલ્પના કરવામાં આવી છે.
આજના સમયમાં ખરેખર સાંકડી ગલીઓમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવું વ્યવહારિક રીતે મુશ્કેલ છે. જગ્યાની મર્યાદા, લોકોની અવરજવર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થતી ભીડની સલામતી જેવા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આયોજકોએ એક એવો વિચાર રજૂ કર્યો છે, જેમાં જૂની શેરીઓનો માહોલ અને આધુનિક ખુલ્લા મેદાનની સુવિધા બંનેનો સમન્વય જોવા મળશે.
આ આયોજનમાં સહિયારાપણું, સાદા અને લયબદ્ધ ગરબાના પગલાં તથા શરણાઈના મધુર સૂરો દ્વારા પરંપરાગત નવરાત્રીની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
પરંપરાગત ગરબાની ઓળખને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ
આજના સમયમાં નવરાત્રીના અનેક આયોજનોમાં આધુનિક સંગીત, ભવ્યતા અને જટિલ નૃત્યરચનાઓ જોવા મળે છે. ત્યારે ‘સાંકડી શેરી ગરબા’નો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત ગરબાની સાદગી અને તેની મૂળ ઓળખને જાળવી રાખવાનો છે. અહીં ભાર જટિલ પગલાં કે ભવ્ય પ્રસ્તુતિ કરતાં પરંપરાગત તાલ, શરણાઈની ધૂન અને સહજ રીતે રમાતા ગરબા પર રહેશે.
આ પરિકલ્પના ખાસ કરીને એવી વ્યક્તિઓ માટે એક અનોખો અનુભવ બની રહેશે, જેઓ ગુજરાતની જૂની નવરાત્રીની પરંપરાઓને યાદ કરે છે અને સાદગીભર્યા ગરબાનો આનંદ માણવા ઇચ્છે છે.
નવી પેઢીને મળશે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પરિચય
આજની યુવા પેઢીએ જૂના ગુજરાતની શેરીઓમાં રમાતા ગરબા વિશે મોટાભાગે વડીલો પાસેથી સાંભળ્યું છે. ‘સાંકડી શેરી ગરબા’ દ્વારા યુવા પેઢીને આ પરંપરાનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે આધુનિક સુવિધાઓ અને વિશાળ જગ્યાનો લાભ પણ મળશે, જેથી તમામ ઉંમરના લોકો પરિવાર અને મિત્રો સાથે નવરાત્રીની ઉજવણી કરી શકે.
ભવ્યતા નહીં, સામુદાયિક ભાવનાને મળશે પ્રાધાન્ય
મોટા અને ભવ્ય ગરબા આયોજનોની સરખામણીએ ‘સાંકડી શેરી ગરબા’ની પરિકલ્પના લોકો વચ્ચે આત્મીયતા અને જોડાણની ભાવનાને કેન્દ્રમાં રાખે છે. આયોજકોનો ઉદ્દેશ્ય એવું હૂંફાળું અને આવકારદાયક વાતાવરણ ઊભું કરવાનો છે, જ્યાં દરેક વ્યક્તિને પોતાની જ શેરીમાં ગરબા રમતા હોવાનો અનુભવ થાય. અહીં નવરાત્રીની સાચી ખુશી પરિવાર, મિત્રો અને સમાજના લોકો સાથે મળીને ઉજવણી કરવામાં સમાયેલી છે.
પરંપરાગત ગરબાની સાદગી, શરણાઈના મધુર સૂરો, વારસાગત થીમ આધારિત માહોલ અને સામુદાયિક ભાવનાના અનોખા સંગમ સાથે ‘સાંકડી શેરી ગરબા’ આ વર્ષે અમદાવાદની નવરાત્રીમાં એક વિશિષ્ટ અનુભવ ઉમેરવા જઈ રહ્યો છે.
ગુજરાતની જૂની શેરીઓમાં રમાતા ગરબાની યાદોને ફરીથી તાજી કરવા અને નવી પેઢીને આ સાંસ્કૃતિક વારસાની નજીક લાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ ઉત્સવ નવરાત્રીના પરંપરાગત રંગને આધુનિક સુવિધાઓ સાથે રજૂ કરશે.
“આપણી શેરી, સાંકડી શેરી”
