બોલીવુડ સ્ટાર દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, , ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ જેવા પ્રતિભાશાળી કલાકારોની સેનાથી સજ્જ એડવેન્ચર ફિલ્મનું સસ્પેન્સ વધારતું ટીઝર
ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX
વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી બની રહેલી, મલ્ટીસ્ટારર ઍડવેન્ચર થીમ આધારિત ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું મોસ્ટ અવેટેડ ટીઝર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. ભવ્ય અને અનોખા મુહૂર્તથી જ દર્શકોમાં ભારે કુતૂહલ જગાવનારી અને જાણીતા ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હવે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ટીઝરની શરૂઆત જ “હાથીની સામે થવા હાથી બનવું પડે…” અને ધર્મેન્દ્ર ગોહિલના ડાયલોગ “યુદ્ધ સાઇકલથી નહિ ફાઈટર પ્લેનથી લડાય છે…” તથા દિપક તિજોરીના ડાયલોગ “યુદ્ધ સાઇકલ કે ફાઈટર પ્લેનથી નહિ મગજથી લડાય”- જેવા અત્યંત પાવરફુલ અને રોમાંચક ડાયલોગ્સ સાથે થાય છે, જે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો કરી દે છે. આ ટીઝરમાં દરેક કલાકારની એન્ટ્રી ખૂબ જ અદભુત અને પાવર-પેક્ડ અંદાજમાં બતાવવામાં આવી છે, જે ગુજરાતી સ્ક્રીન પર એક નવો જ માહોલ ઊભો કરે છે. આ સિવાય, ટીઝરમાં જોવા મળતા અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યોએ સ્થાનિક દર્શકોમાં આકર્ષણ અને રોમાંચ વધુ વધારી દીધા છે. ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX
આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં બોલીવુડના જાણીતા એક્ટર દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી સિનેમાના ટોચના કલાકારો જેવા કે ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે), રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો મોટો કાફલો સ્ક્રીન શેર કરતો નજર આવશે.
આ ફિલ્મની સૌથી મોટી અને આકર્ષક કડી તેનું ટેકનિકલ પાસું છે. ફિલ્મમાં અદભુત સુપર VFX અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાતી સિનેમાને એક વૈશ્વિક સ્તર પર લઈ જશે. સાઇકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને એક્શન સીન્સને VFX ના માધ્યમથી એટલા સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે કે દર્શકો પલક ઝપકાવવાનું ભૂલી જશે. પ્રાદેશિક સિનેમામાં આ કક્ષાની વિઝ્યુઅલ ટ્રીટ કદાચ પ્રથમ વાર જોવા મળશે.
ટીઝરમાં વાર્તા પરથી સસ્પેન્સનો પડદો ન હટાવતા માત્ર કલાકારોના પાત્રોની એક અનોખી ઝલક જ રજૂ કરવામાં આવી છે, જેમાં બધા માટે કહેવાયું છે કે – “આ બધા હીરોઝ નથી, ક્રિમિનલ્સ પણ નથી પરંતુ ‘ચિરંજીવીઝ’ છે!” ફિલ્મમાં સાઇકલિંગ, હાઈ-એનર્જી એક્શન અને ઇમોશનનો એવો જબરદસ્ત જંગ બતાવવામાં આવ્યો છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ પ્રથમ વાર જોવા મળશે. ખાસ કરીને ટીઝરમાં અભિનેત્રી જીનલ બેલાણી પોતે સાઇકલ પર અદભુત અને સાહસિક સ્ટન્ટ્સ કરતી જોવા મળી રહી છે, જે તેમના પાત્રને વધુ મજબૂત અને રોમાંચક બનાવે છે.
અમદાવાદમાં યોજાયેલા ભવ્ય મુહૂર્ત દરમિયાન જ કલાકારોએ લાઈવ સાયકલ સ્ટન્ટ્સ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા, અને હવે ટીઝરમાં પણ એ જ જબરદસ્ત એનર્જી જોવા મળી રહી છે. મેકર્સના જણાવ્યા અનુસાર, ‘ગેટ સેટ ગો’ માત્ર કોઈ સાઇકલિંગની ફિલ્મ નથી, પરંતુ આ આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટે લડાતી એક એવી ઉર્જાસભર સફર છે જે સીધી દર્શકોના દિલ સુધી પહોંચશે. હવે દર્શકોને માત્ર 7મી ઓગસ્ટની રાહ છે જ્યારે આ અનોખી જર્ની સિનેમાઘરોમાં શરૂ થશે.
