- અમદાવાદમાં કલાકારી, સંસ્કૃતિ અને વૈભવની ભવ્ય ઉજવણી
- અમદાવાદમાં વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર,2025ના રોજ આયોજન
અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં આવી ગયું છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર 2025 ના રોજ આયોજિત આ અતિ-પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણક જ્વેલરી અનુભવ બનવાનું વચન આપે છે. આ ખાસ ઓફરના ભાગ રૂપે વિઝિટર્સ જ્વેલરી ખરીદી શકે છે અને ધ ક્યુબ ક્લબ મેમ્બરશીપ પણ મેળવી શકે છે. આ ત્રિદિવસીય સમગ્ર ઇવેન્ટનું આયોજન સોનિયા ચાવલા દ્વારા કરાયું છે. સમગ્ર ઈવેન્ટની વિશેષ ઝલક માટે The Jewellery Insider શાન ચાવલા સાથે Instagram પર જોડાઓ: instagram.com/shaanchawla
ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના બે સૌથી આદરણીય ઈન્ડસ્ટ્રીઅગ્રણીઓ – શ્રી જીગર સોની, પ્રમુખ, જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) અને શ્રી વિશાલ સોની, ઉપ-પ્રમુખ, JAA – એ હાજરી આપી. તેમની હાજરી વૈભવ અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાના કેન્દ્ર તરીકે અમદાવાદના ઉદયની પુષ્ટિ કરે છે.
જ્વેલરી વર્લ્ડ 2025માં અનેક મુખ્ય આકર્ષણો રજૂ થયા છે, જેમાં 40થી વધુ લક્ઝરી બ્રાન્ડ્સની બ્રાઈડલ, કૂટ્યુર અને ફાઇન જ્વેલરીની પ્રીમિયમ ક્યુરેશન; પર્સનલ સ્ટાઇલિંગ સેશન, ડિઝાઇનર પ્રિવ્યૂઝ અને કલેક્ટર્સ એડિશન્સ દ્વારા ‘મીટ ધ મેકર્સ’ અનુભવો; પોલ્કી, જડાઉ, ડાયમંડ, ટેમ્પલ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિસ્ટ્રી જેવી ભારતની ક્રાફ્ટસમેનશિપ પર સમર્પિત વિશેષ પ્રકાશ; તેમજ સેલિબ્રિટી હાજરી અને ક્યુરેટેડ લક્ઝરી ઇન્સ્ટોલેશન્સનો ગ્લેમરસ અનુભવ સામેલ છે.

આ ભવ્ય અમદાવાદ એડિશનમાં ભારતભરના અગ્રણી જ્વેલરી હાઉસિસ એક જ છત નીચે જોડાયા છે, જેમાં હરિત ઝવેરી જ્વેલર્સ (અમદાવાદ), રાયુ ટાટીવાલાસ ગેહના (જયપુર), જેકેજે જ્વેલર્સ (જયપુર), પચ્ચીગર જ્વેલર્સ અશોકભાઈ (સુરત), ધ હાઉસ ઓફ એમબીજે (સુરત), કાંતિલાલ સિન્સ ૧૯૪૮ (સુરત), સ્નેહલ પચ્ચીગર (સુરત), સુવર્ણમ જ્વેલ્સ (અમદાવાદ), રમણિકલાલ એન્ડ સન્સ (અમદાવાદ), પરુમા જ્વેલ્સ (અમદાવાદ), ચારુ જ્વેલ્સ (સુરત), યશ બાય સુનીલ જ્વેલર (જયપુર), રેણુકા ફાઇન જ્વેલરી (મુંબઈ), શ્રી હરિ જ્વેલ ‘એન’ આર્ટ્સ (જયપુર), શ્યામા જ્વેલ્સ (અમદાવાદ), મિલિંદ રસિકલાલ સોની (સુરત), આગામી જેમ્સ એન્ડ જ્વેલ્સ (અમદાવાદ), એલિરા જ્વેલ્સ (સુરત), સ્વસ્તિક ફાઇન જ્વેલ્સ (અમદાવાદ), તત્સમ જ્વેલ્સ (સુરત), આરના જ્વેલ્સ (જયપુર), અલ મદિના જ્વેલર્સ (અમદાવાદ), સ્ટાર જ્વેલરી (સુરત), શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ (જામનગર), નમો જ્વેલ્સ (સુરત), આયના જ્વેલરી (અમદાવાદ), ડીઆઈવી ડાયમંડ્સ (મુંબઈ), ન્યુ એજ ડાયમંડ્સ (દિલ્હી), અરૈયા બાય અઝા (મુંબઈ), ટીવીઇએ ડાયમંડ્સ (મુંબઈ), બી યુ ફાઇન જ્વેલરી (મુંબઈ), સી6 લેબગ્રોન ડાયમંડ્સ (સુરત), એન્ડોર લક્ઝરી (સુરત), સિલ્વેરા (અમદાવાદ), એસ એન્ડ એ જ્વેલ્સ (અમદાવાદ), ફોરહર સિલ્વર (અમદાવાદ), સિલ્વર ફેમ્સ (અમદાવાદ), જ્વેલ ફોરએવર (સુરત), ફેન્સી ફોરએવર (મુંબઈ), હુનર જ્વેલ્સ (સુરત), ઝેવરિકા (અમદાવાદ) અને ભારતીય લક્ઝરી જ્વેલરીનાં અન્ય ઘણા અગ્રણી નામોનો સમાવેશ થાય છે.
જ્વેલરી વર્લ્ડ 2025 એ બ્રાઇડ્સ અને તેમના પરિવારો માટે શાહી, અનોખી અને રેડિએન્ટ જ્વેલરી શોધવાની ઉત્તમ તક છે. જ્વેલરી પ્રેમીઓ અને કલેક્ટર્સ માટે હેરિટેજ પીસિસ અને આધુનિક ડિઝાઇનમાં રોકાણ કરવાની તક છે, જ્યારે સ્ટાઇલિસ્ટ્સ અને ફેશન ઉત્સાહીઓ માટે નવો ટ્રેન્ડ, કૃતિઓ અને કૂટ્યુર સૌંદર્યનો વિશેષ અનુભવ મળી રહેશે.
આ પ્રદર્શન વાયએમસીએ ક્લબ, અમદાવાદ ખાતે 21 થી 23 નવેમ્બર દરમિયાન સવારે 10:00 વાગ્યાથી સાંજે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.વધુ માહિતી માટે jewelleryworldexhibitions@gmail.com પર ઈમેલ અથવા +91 93232 75057 પર કોલ કરી શકાય છે.
જ્વેલરી વર્લ્ડ 2025— જ્યાં ભારતની તેજસ્વીતા, વારસો અને ઉચ્ચ ડિઝાઇન એકસાથે આવે છે. લક્ઝરી. લેગસી. યુ.
