અમદાવાદના કુશનો અમેરિકામાં ડંકો: વિશ્વની સૌથી મુશ્કેલ ‘ફુલ આયર્નમેન ટ્રાયથલોન’ પ્રથમ જ પ્રયાસે ૧૪ કલાક ૧૯ મિનિટમાં પૂર્ણ કરી
અમદાવાદમાં ઉછરેલા અને હાલ અમેરિકાના શિકાગો ખાતે કલાઉડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કુશે રમતગમત ક્ષેત્રે અમદાવાદનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે. કુશે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વિસ્કોન્સિન, અમેરિકા ખાતે યોજાયેલી ૨૪મી વાર્ષિક ‘આયર્નમેન વિસ્કોન્સિન’ સ્પર્ધામાં પોતાની પ્રથમ જ તકમાં ૨૨૬.૩ કિલોમીટરની અત્યંત કઠિન રેસ ૧૪ કલાક અને ૧૯ મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઉત્તર અમેરિકાની…
