અમદાવાદમાં ગરબાની ભવ્યતા અને સંગીતનો નવો અનુભવ: “રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ 2026” આ વર્ષે નવા વેન્યુ અને નવા કોન્સેપ્ટ સાથે તૈયાર
અમદાવાદ, સપ્ટેમ્બર 2026: અમદાવાદના ગરબાના ધબકારને વધુ ભવ્યતા, વધુ વિશાળતા અને એકદમ નવા અંદાજ સાથે ઉજવવા માટે “રાતલડી – ધ મંડળી ગરબા” પોતાના ત્રીજા વર્ષમાં એક નવા સ્વરૂપ સાથે પરત ફરી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી અમદાવાદના ગરબા રસિકોનો મળેલો અદભૂત પ્રેમ અને પ્રતિસાદ રાતલડી માટે સૌથી મોટી પ્રેરણા બન્યો છે. આ જ પ્રેમના પ્રતિસાદરૂપે…
