- આ પ્રકારની સૌપ્રથમ પહેલ હેઠળ એપોલો હોસ્પિટલ્સમાં હવે રવિવારે પણ કન્સલ્ટેશન, ડાયગ્નોસ્ટિક્સ (નિદાન), નિવારક હેલ્થ ચેકઅપ અને શેડ્યુલ્ડ કેરની સુવિધા ઉપલબ્ધ રહેશે.
નેશનલ, ઓગસ્ટ, 2026: એપોલો હોસ્પિટલ્સે આજે ‘ઓલવેઝ ઓપન, ઓલવેઝ હિયર’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક એવી પ્રથમ પહેલ છે જે રવિવાર સહિત સપ્તાહના તમામ સાત દિવસોમાં નિયમિત અને આયોજિત હેલ્થકેર સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.
એપોલોની ઇમરજન્સી, ક્રિટિકલ કેર અને ઇનપેશન્ટ સેવાઓ હંમેશા 24×7 ઉપલબ્ધ રહી છે. આ નવી પહેલ હેઠળ રવિવારે આઉટપેશન્ટ કન્સલ્ટેશન (OPD), ડાયગ્નોસ્ટિક્સ, નિવારક આરોગ્ય તપાસ (પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ), ફોલો-અપ કન્સલ્ટેશન અને અગાઉથી નક્કી કરેલી (શેડ્યુલ્ડ) પ્રક્રિયાઓ માટેની સુવિધા વિસ્તારવામાં આવી છે. આનાથી દર્દીઓ અને તેમના પરિવારોને કામકાજના દિવસોની (વિકડેઝ) રાહ જોયા વિના સમયસર સારવાર મેળવવામાં મદદ મળશે.
ઘણા નોકરિયાત ભારતીયો માટે, સમયસર સ્વાસ્થ્ય સંભાળ મેળવવામાં સમય એ સૌથી મોટો અવરોધ છે. વ્યસ્ત કાર્યક્રમો, કૌટુંબિક જવાબદારીઓ અને અઠવાડિયાના કામના બોજાને કારણે લોકો વારંવાર કન્સલ્ટેશન, ટેસ્ટ અને હેલ્થ ચેકઅપ મુલતવી રાખે છે. એપોલોના ‘હેલ્થ ઓફ ધ નેશન 2026’ રિપોર્ટમાં સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન), ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓના વધતા બોજા તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જે ભારતીયોને તેમના સૌથી વધુ ઉત્પાદક વર્ષો દરમિયાન વધુને વધુ અસર કરી રહ્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ભારતમાં પોલો ઇકોસિસ્ટમના ૨૫ લાખથી વધુ લોકોના હેલ્થ સ્ક્રીનિંગ આધારે, ચોક્કસપણે એક ‘સાયલન્ટ એપિડેમિક’ તરફ ઈશારો મળે છે, જ્યાં કોઈ પણ દેખીતા લક્ષણો ન હોવા છતાં લાખો લોકો અજાણતાં જ ગંભીર બીમારીઓ સાથે જીવી રહ્યા છે. કોઈ પણ લક્ષણ જોવા મળ્યા ન હોવા છતાં, લગભગ ૨૬% લોકો હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) અને ૨૩% લોકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું માલૂમ પડ્યું છે. આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે માત્ર લક્ષણો દેખાય ત્યારે જ સારવાર કરાવવાનું હેલ્થકેર મોડેલ હવે ચલાવી શકાય તેમ નથી.
‘ઓલવેઝ ઓપન, ઓલવેઝ હિયર’ દર્દીઓને તેમના સ્વાસ્થ્ય માટે પગલાં લેવા એક વધારાનો દિવસ આપીને આ અંતરને દૂર કરે છે, જેથી વિલંબ કોઈ જોખમમાં ન પરિણમે.
એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડો. પ્રતાપ સી. રેડ્ડીએ જણાવ્યું હતું કે, > “ચાર દાયકાથી વધુ સમયથી, એપોલો માને છે કે હેલ્થકેર માત્ર બીમારીની સારવાર માટે જ નથી, પરંતુ સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અને રોગ અટકાવવા વિશે પણ છે. ‘ઓલવેઝ ઓપન, ઓલવેઝ હિયર’ એ જ વચનનું વિસ્તરણ છે. અમે ઇમરજન્સી અને ક્રિટિકલ કેર માટે હંમેશા ઉપલબ્ધ રહ્યા છીએ. હવે અમે અઠવાડિયાના સાતેય દિવસ નિયમિત અને નિવારક કાળજી માટે પણ આ જ પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છીએ. આ દરેક ભારતીય માટે અમારી સેવાની ખાતરી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું “આ પહેલ એપોલોના દરેક ડોક્ટર, નર્સ, ટેકનિશિયન અને હેલ્થકેર વર્કર તથા તેમના પરિવારોને પણ સન્માન આપે છે. હેલ્થકેર એ સ્વાર્થથી ઉપર સેવા પર બનેલો વ્યવસાય છે. તેમની પ્રતિબદ્ધતા અમને સમગ્ર ભારતમાં દર્દીઓ અને પરિવારો માટે આ પગલું ભરવાની મંજૂરી આપે છે. જો સમયસર મળેલું કન્સલ્ટેશન બીમારીને વહેલી ઓળખવામાં અથવા સંકટ અટકાવવામાં મદદ કરે છે, તો અમે એક જીવન બદલી નાખ્યું હશે. જો આપણે લાખો લોકોને સંકટ આવે તે પહેલા જ કાળજી (કેર) લેવા માટે પ્રેરણા આપીશું, તો આપણે ભવિષ્ય બદલી નાખ્યું હશે.
પ્રથમ પહેલોનો વારસો, હવે સમયના અવરોધને પાર કરી રહ્યો છે
અપોલો હોસ્પિટલ્સનું હરહંમેશાં એવું માનવું રહ્યું છે કે હેલ્થકેર ક્ષેત્રે પરિવર્તનની શરૂઆત સમાજ જે બાબતને સ્વાભાવિક ગણીને સ્વીકારી ચૂક્યો છે, તેને પડકારવાથી થાય છે. ડૉ. રેડ્ડીએ સવાલ ઉઠાવ્યો હતો કે જે જગ્યા જીવન બચાવવા માટે બનેલી છે તેને ‘કેઝ્યુઅલ્ટી’ શા માટે કહેવી જોઈએ, અને તેને દેશભરની હોસ્પિટલોમાં ‘ઈમરજન્સી’ તરીકે નવું નામ આપી વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી. જ્યારે ફ્લાઈટ્સ પર ધૂમ્રપાન કરવું સમાન બાબત ગણાતી હતી, ત્યારે તેમણે તેને બંધ કરાવવા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, અને ફાર્મસીઓને આજે જે ઓળખ મળેલી છે તેવી અજોડ ઓળખ આપવા માટે મદદ કરી હતી. આ એવા સરળ ફેરફારો હતા જેણે લોકોના વ્યવહાર અને વર્તનમાં બદલાવ આણ્યો, અને આ જ તેમની સફરની મુખ્ય વિશેષતા રહી છે: જેને બીજા લોકો સહજ કે સ્વાભાવિક માની લે છે તેને જોવું, તે શા માટે બદલાઈ ન શકે તેનો પ્રશ્ન પૂછવો, અને પછી કરોડો લોકો માટે તેને બદલી બતાવવું.
1983 થી, એપોલોએ ભારતીય હેલ્થકેરમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી છે: ભારતીય ધરતી પર અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી કાર્ડિયાક સર્જરીઓ; દક્ષિણ એશિયાનું પ્રથમ પ્રોટોન કેન્સર સેન્ટર; માસ્ટર હેલ્થ ચેક દ્વારા શરૂ કરાયેલ પ્રિવેન્ટિવ કેર, જેણે 3 કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શ્યું છે; અને વિશ્વના સૌથી વ્યસ્ત ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સમાંનો એક પ્રોગ્રામ.
એપોલો પ્રોહેલ્થ (Apollo Prohealth) એ સૌપ્રથમ AI-આધારિત રિસ્ક પ્રિડિક્શન અને એનાલિસિસ છે, જે વ્યક્તિઓને સ્વાસ્થ્યના જોખમોને વહેલા ઓળખવામાં અને પરિસ્થિતિ ગંભીર બને તે પહેલાં યોગ્ય પગલાં લેવામાં મદદ કરવા માટે રચાયેલ છે. 150 થી વધુ દેશોના દર્દીઓ હવે એપોલોમાં સારવાર લેવા આવે છે.
‘ઓલવેઝ ઓપન, ઓલવેઝ હિયર’ સાથે, એપોલો વધુ એક પ્રથમ પહેલ ઉમેરે છે: નિયમિત સ્વાસ્થ્ય સંભાળમાં આવતા સમયના અવરોધને દૂર કરવો.
અપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન ડૉ. પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “લોકો એવી રીતે અને એવા સમયે તબીબી સંભાળ મેળવવા માટે સક્ષમ હોવા જોઈએ જે તેમની દિનચર્યા અને જીવનમાં વધુ સરળતાથી અનુકૂળ થઈ શકે. નોકરીયાત વર્ગના વ્યાવસાયિકો, સંભાળ રાખનારાઓ અને અનેકવિધ જવાબદારીઓ સંભાળતા પરિવારો માટે ડૉક્ટરની સલાહ લેવી, હેલ્થ ચેકઅપ કરાવવું કે પછી આગળની સારવાર ચાલુ રાખવાનો વિકલ્પ મળવો ખાસ કરીને રવિવારના દિવસે એક અર્થપૂર્ણ અને મોટો તફાવત સર્જી શકે છે. ‘ઓલવેઝ ઓપન. ઓલવેઝ હિયર.’નો અમારો આ અભિગમ એ બાબતની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે, અપોલો પાસેથી લોકો જે વિશ્વસનીય સારવારની અપેક્ષા રાખે છે, તે અઠવાડિયાના દરેક દિવસે, જ્યારે પણ તેમને જરૂર પડે ત્યારે ઉપલબ્ધ રહે.”
દર્દીઓ માટે શું બદલાશે
- દર્દીઓ હવે રવિવારે પણ સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટેશન, નિવારક હેલ્થ ચેકઅપ, ડાયગ્નોસ્ટિક્સ, ફોલો-અપ કન્સલ્ટેશન અને શેડ્યુલ્ડ પ્રક્રિયાઓ મેળવી શકશે (જે જે-તે હોસ્પિટલના શેડ્યૂલ અને સેવાની તૈયારી પર આધારિત રહેશે).
- આનો અર્થ એ છે કે નોકરિયાત વ્યક્તિ કામના દિવસે રજા લીધા વિના પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી શકશે.
- પરિવાર તેમના વૃદ્ધ માતાપિતાને અગાઉથી નક્કી કરેલા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે રવિવારે લાવી શકશે.
- ફોલો-અપ કન્સલ્ટેશનની રાહ જોતા દર્દીને સોમવાર સુધી રાહ જોવી પડશે નહીં.
આ પહેલ રવિવારની સુલભતાને વધુ વ્યવસ્થિત અને દર્દીઓ માટે અનુકૂળ બનાવવા માટે એપોલોના હાલના ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડોકટરો, ડાયગ્નોસ્ટિક્સ, ઓપરેટિંગ થિયેટરો અને સંકલિત સંભાળ ટીમોનો ઉપયોગ કરશે.
એપોલો માટે, ગુણવત્તાયુક્ત હેલ્થકેરને વધુ સમયસર, સુલભ અને દર્દી-કેન્દ્રિત બનાવવાની તેની લાંબા સમયની પ્રતિબદ્ધતાનું આ એક સ્વાભાવિક વિસ્તરણ છે.
