ફુજીફિલ્મ ઈન્ડિયાએ આજે ‘ફુજીફિલ્મ સ્પેક્ટ્રમ ઈન્ડિયા ટૂર 2026’ના આગામી તબક્કા તરીકે અમદાવાદ લેગનો પ્રારંભ કર્યો છે. ધ સ્પેક્ટ્રમ ઇન્ડિયા ટૂર 2026 તેના આગામી મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે, જે અમદાવાદના ક્રિએટર સમુદાય માટે ફુજીફિલ્મની સમગ્ર ઇમેજિંગ ટેકનોલોજી એક જ જગ્યાએ લાવે છે. અમદાવાદ એડિશન આ મલ્ટી-સિટી “ટચ એન્ડ ટ્રાય” પહેલને આગળ ધપાવે છે, જે ફુજીફિલ્મના ઈમેજિંગ સોલ્યુશન્સને ફોટોગ્રાફીના ઉત્સાહીઓ, વિઝ્યુઅલ ક્રીએટર્સ અને કોમ્યુનિટીની વધુ નજીક લાવે છે. પોતાની થીમ “કલ્પના કરો. સર્જન કરો. પ્રેરણા આપો.” ને સાર્થક કરતા, સ્પેક્ટ્રમ દરેક મુલાકાતીને—પછી તે પ્રથમ વખતનો ઉત્સાહી હોય કે અનુભવી પ્રોફેશનલ—નવી શક્યતાઓની કલ્પના કરવા, વિચારોને જીવંત કરતા સાધનો સાથે સર્જન કરવા અને પોતાની કળાને વધુ આગળ લઈ જવાની પ્રેરણા સાથે પાછા ફરવા માટે આમંત્રિત કરે છે.
આ 3-દિવસીય ટૂર 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન નવજીવન ટ્રસ્ટ કેમ્પસ ખાતે યોજાશે, જ્યાં મુલાકાતીઓ ઈન્ટરેક્ટિવ ટચ એન્ડ ટ્રાય ઝોન, ક્યુરેટેડ ઈમેજ એક્ઝિબિશન, ક્રીએટર-લેડ સેશન્સ, કમ્યુનિટી એન્ગેજમેન્ટ્સ અને લાઈવ ડેમોન્સ્ટ્રેશનનો અનુભવ કરી શકશે. અમદાવાદમાં ફુજીફિલ્મ સ્પેક્ટ્રમ વ્લોગિંગ, સિનેમા, સ્ટ્રીટ અને ટ્રાવેલ ફોટોગ્રાફી, પોટ્રેટચર, પ્રીમિયમ ઈમેજિંગ અને GFX સિસ્ટમ જેવા સમર્પિત ઝોન દ્વારા ઈમેજિંગ ઈકોસિસ્ટમને રજૂ કરે છે. અમદાવાદની સમૃદ્ધ કલાત્મક વિરાસત અને ફોટોગ્રાફર્સ તેમજ ફિલ્મમેકર્સની વાઇબ્રન્ટ કમ્યુનિટીને ધ્યાનમાં રાખીને આ શહેરની પસંદગી કરવામાં આવી છે.
આ ઇવેન્ટ અંગે વાત કરતા ફુજીફિલ્મ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કોજી વાડાએ જણાવ્યું હતું કે, “ફુજીફિલ્મ સ્પેક્ટ્રમના ગુરુગ્રામ એડિશનને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદથી અમને સમજાયું કે ભારતીય ક્રીએટર્સ માત્ર પ્રોડક્ટ્સથી આગળ વધીને કળા અને ક્રિએટિવિટીને ઊંડાણપૂર્વક સમજવા માંગે છે. તે ઊર્જાને અમદાવાદ સુધી લઈ જવી એ અમારી સફરનું એક અર્થપૂર્ણ પગલું છે, જે ‘વિશ્વને વધુ સ્માઈલ્સ આપવાના’ અમારા ગ્રુપના ઉદ્દેશ્યને વફાદાર રહે છે.”
ફુજીફિલ્મ ઈન્ડિયાના ઈમેજિંગ સોલ્યુશન્સ ડિવિઝનના એસોસિએટ ડિરેક્ટર શ્રી અરૂણ બાબુએ ઉમેર્યું હતું કે, “અમે જે પણ શહેરમાં સ્પેક્ટ્રમ લઈ જઈએ છીએ, તે શહેર ભારતીય ક્રીએટર કમ્યુનિટી પ્રત્યેનો અમારો દ્રષ્ટિકોણ વધુ સમૃદ્ધ બનાવે છે. અમદાવાદમાં વાર્તા કહેવાની અને કારીગરીની ઊંડી સંસ્કૃતિ છે. X સીરીઝ અને લાર્જ ફોર્મેટ GFX થી લઈને instax™, QuickSnap અને કમ્પેક્ટ પ્રિન્ટર ASK 400 સુધીની અમારી શ્રેણી રજૂ કરીને, અમે ઈચ્છીએ છીએ કે અમદાવાદ સ્પેક્ટ્રમની સફરમાં એક યાદગાર પ્રકરણ બની રહે.”
આ પ્રદર્શન દરમિયાન કેમેરા ઉપરાંત, મુલાકાતીઓને ફુજીફિલ્મની instax™ રેન્જ, લાઈવ પ્રિન્ટ ડેમોન્સ્ટ્રેશન સાથે ફોટો ઈમેજિંગ સોલ્યુશન્સ, બાઈનોક્યુલર્સ અને ઓપ્ટિકલ ડિવાઈસનો બહોળો અનુભવ મળશે. સાથોસાથ પ્રખ્યાત ફુજીફિલ્મ એક્સ-મેન્ટોર્સ (X-Mentors) દ્વારા વિશેષ માસ્ટરક્લાસ અને સેશન્સ યોજાશે, જેમાં વિવેક દેસાઈ દ્વારા ‘આર્ટ ઓફ સ્ટોરીટેલિંગ’, અરવિંદ પટવાલ દ્વારા ‘કન્ટેન્ટ ક્રીએશન: આઈડિયાથી ઈમ્પેક્ટ સુધી’, જતિન કમ્પાની દ્વારા ‘ફેન્ટાસમાગોરિયા’, આદિત્ય વર્મા દ્વારા ‘નાના કેમેરાથી મોટી ફિલ્મોનું શૂટિંગ’, તથા પ્રશાંત ગોડબોલે દ્વારા ‘આર્ટ ઓફ ઓબ્ઝર્વેશન’ જેવા વિષયો આવરી લેવામાં આવશે. આ સિવાય ફુજીફિલ્મના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા પોર્ટફોલિયો બિલ્ડિંગ અને ફિલ્મ સિમ્યુલેશન રેસિપી પર પણ શાનદાર સેશન્સ આપવામાં આવશે.
આ ટૂરમાં મુલાકાતીઓ માટે અનેક રસપ્રદ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ પણ રાખવામાં આવી છે. ‘એક્સપિરિયન્સ પાસપોર્ટ ચેલેન્જ’ હેઠળ મુલાકાતીઓ જેમ જુદા જુદા ઝોન અને સેશન્સમાં ફરશે તેમ તેમના પાસપોર્ટ પર સ્ટેમ્પ લાગશે, અને કમ્પ્લીટ થયેલા પાસપોર્ટ દ્વારા તેઓ ફુજીફિલ્મ મર્ચેન્ડાઈઝ અને ગીવઅવે જીતી શકશે. આ ઉપરાંત, ઈન્ટરેક્ટિવ ટ્રેઝર હન્ટ અંતર્ગત “શૂટ યોર ફ્રેન્ડ” પોટ્રેટ્સ અને Fujifilm X એપનો ઉપયોગ કરીને “શૂટ એન્ડ વ્લોગ” સ્પર્ધાઓ યોજાશે. ક્રીએટર્સને ઈન-પર્સન વર્કશોપ્સ અને નિષ્ણાતોનું સીધું માર્ગદર્શન પૂરું પાડવા માટે ‘ફુજીફિલ્મ એક્સ એકેડેમી’ પણ કાર્યરત રહેશે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે મુલાકાતીઓ https://spectrum.fujifilmxacademy.com/ અથવા કંપનીની મુખ્ય વેબસાઈટ https://www.fujifilm.com/in/en ની મુલાકાત લઈ શકે છે.
