અમદાવાદ: ગ્લોબલ એસ્થેટિક ટેકનોલોજી લીડર ઇનમોડે સોમવારે ભારતમાં તેના નેક્સ્ટ-જનરેશન લેસર પ્લેટફોર્મ, ઓપ્ટિમસ મેક્સનું સત્તાવાર રીતે લોન્ચ કર્યું. આ અનાવરણ પશ્ચિમ ભારતની સૌથી મોટી એસ્થેટિક હોસ્પિટલોમાંની એક, એડોર્ન એસ્થેટિક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જે ભારતમાં આ પ્લેટફોર્મનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે.
ઇનમોડના મેનેજિંગ ડિરેક્ટર સમીર વાઢેરાએ આ પ્લેટફોર્મની ક્ષમતાઓ અને ભારતમાં કંપનીની વધતી હાજરી વિશે સમજ શેર કરી. તેમણે જણાવ્યું હતું કે, “ઓપ્ટિમસ મેક્સ એ એસથેન્ટિક ટ્રીટમેન્ટ માટેનું સૌથી અદ્યતન મલ્ટી-પ્લેટફોર્મ ડિવાઈઝ છે, જે લેસર હેર રિડક્શન , એન્ટી-એજિંગ, ખીલના ડાઘ, પિગમેન્ટેશન અને અન્ય ઘણી સારવાર માટે એકીકૃત તકનીકો ધરાવે છે. તે ગ્લોબલ માર્કેટમાં પહેલેથી જ નોંધપાત્ર અસર કરી રહ્યું છે, અને અમે તેને અમદાવાદથી શરૂ કરીને સમગ્ર ભારતમાં લોન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ.”
ઇઝરાયલમાં મુખ્ય મથક ધરાવતું અને યુએસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઇનમોડ, બે દાયકાથી વધુ સમયથી નોન-ઇન્વેસિવ એસ્થેટિક ટેકનોલોજીમાં અગ્રણી નામ છે. કંપની હાલમાં સમગ્ર ભારતમાં 520 થી વધુ સ્થાપનો ધરાવે છે, જે દર વર્ષે આશરે 2.5 મિલિયન એસ્થેટિક પ્રોસિજર્સ કરે છે.
ઓપ્ટિમસ મેક્સ સિસ્ટમમાં ડાયોલેઝ XL જેવા ડિવાઈઝનો સમાવેશ થાય છે, જે પેઈનલેસ હેર રિમૂવલ માટે એક હાઇ-સ્પીડ ડાયોડ લેસર છે, અને મોર્ફિયસ 8, જે કોલેજન પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા અને ત્વચાને રિજુનીવેટ કરવા માટે વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતું વ્યાપકપણે માન્યતા પ્રાપ્ત એન્ટિ-એજિંગ સોલ્યુશન છે. આ પ્લેટફોર્મ લુમેકા પીકથી પણ સજ્જ છે, જે પિગમેન્ટેશન અને વેસ્ક્યુલર સ્થિતિઓની સારવાર માટે એક અદ્યતન IPL સિસ્ટમ છે.
પ્લાસ્ટિક સર્જન અને એડોર્ન એસ્થેટિક્સના સ્થાપક ડૉ. હર્ષ અમીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે આ લોન્ચના મહત્વ પર ભાર મૂક્યો.તેમણે જણાવ્યું હતું કે, “એડોર્ન એસ્થેટિક ક્લિનિક 72 થી વધુ દેશોના દર્દીઓને સેવા આપે છે. ઓપ્ટિમસ મેક્સનો સમાવેશ વિશ્વભરમાં ઉપલબ્ધ સૌથી સલામત અને સૌથી અદ્યતન સારવાર પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તે FDA-એપ્રુવ્ડ, અત્યંત અસરકારક અને ઇન્ડિયન સ્કિન ટાઈપ્સ માટે સલામત છે.”
લોન્ચ ઇવેન્ટમાં લાઇવ ટ્રીટમેન્ટ ડેમોસ્ટ્રેશન, વોકથ્રુ અને ડર્મિટોલોજિસ્ટ અને ટેક્નોલોજી એક્સપર્ટ સાથેની વાતચીતનો સમાવેશ થતો હતો. ક્લિનિકે ભારતમાં, ખાસ કરીને વધતા મેડિકલ ટુરિઝમ સેગ્મેન્ટમાં , ઉચ્ચ-સ્તરીય એસથેન્ટિક પ્રોસિજર્સ પ્રક્રિયાઓની વધતી માંગ પર પ્રકાશ પાડ્યો હતો.
એડોર્ન એસ્થેટિક્સ એક જ છત નીચે હેર ટ્રાન્સપ્લાન્ટ, લિપોસક્શન, બ્રેસ્ટ સર્જરી અને સ્માઇલ મેકઓવર સહિતની સર્જિકલ અને નોન-સર્જિકલ પ્રક્રિયાઓની વિશાળ શ્રેણી ઓફર કરવા માટે જાણીતું છે