વૉલ્વોલિન™ ગ્લોબલ ઓપરેશન્સને ઓફિશિયલ ફિફા વર્લ્ડ કપ 26™ ના સપોર્ટર તરીકે પુષ્ટિ મળી

ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સમાં વિશ્વભરમાં અગ્રણી, વૉલ્વોલિન™ ગ્લોબલને આવતા વર્ષે કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાનારી ગ્લોબલ એક્સ્ટ્રાવેગેન્ઝા પહેલા ઓફિશિયલ ફિફા વર્લ્ડ કપ 26™ સપોર્ટર  તરીકે જાહેર કરવામાં આવેલ છે.

ફિફા વર્લ્ડ કપ 26 માટે વૉલ્વોલિન ગ્લોબલનું સ્પોન્સરશિપ તેના ઝડપી આંતરરાષ્ટ્રીય વિકાસ પર આધારિત છે. કંપની 140 થી વધુ દેશો અને પ્રદેશોમાં વેચાણ સાથે તેની 160મી એનિવર્સરી નજીક આવી રહી છે, ત્યારે વૉલ્વોલિન વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતી લુબ્રિકન્ટ બ્રાન્ડ્સમાંની એક બની ગઈ છે.

વૉલ્વોલિન ગ્લોબલના સીઈઓ જમાલ મુઆશ્શેરે જણાવ્યું.”ફિફા વર્લ્ડ કપ 26 લોકોને પેશન, પરફોર્મન્સ અને પાવર ઓફ પોસિબિલિટી દ્વારા એકસાથે લાવશે. જેમ જેમ આપણે અમે 160મી એનિવર્સરીની નજીક આવી રહ્યા છીએ, વૉલ્વોલિન ગ્લોબલને એવી ઇવેન્ટનો ભાગ બનવાનો ગર્વ છે જે ફક્ત રમતની મહાનતા જ નહીં, પરંતુ વિશ્વને આગળ વધારવા માટે આપણા બધામાં રહેલી સંભાવનાની ઉજવણી કરે છે.”

FIFA સેક્રેટરી જનરલ મેથિયાસ ગ્રાફસ્ટ્રોમે જણાવ્યું હતું કે, “આ હિસ્ટોરિકલ ટુર્નામેન્ટના સત્તાવાર સમર્થક તરીકે ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રોમાં રિસ્પેક્ટેડ ગ્લોબલ ફોર્સ, વૉલ્વોલિન ગ્લોબલનું સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *