સોશિયલ મીડિયા સ્કેમ્સના પૃષ્ઠ ભૂમિએ બનેલી ‘શસ્ત્ર’ એક શક્તિશાળી ક્રાઇમ થ્રિલર!

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર અનેક સ્કેમ થાય છે – ખાસ કરીને યુવતીઓના ફેક ન્યૂડ ફોટા વાયરલ કરીને થતી ઠગાઈઓનું ભયાનક વાસ્તવિકતાનું દર્પણ છે ‘શસ્ત્ર’.
ફિલ્મ ક્રાઇમ, ડ્રામા અને થ્રિલરનું સરસ મિશ્રણ છે. પહેલી અડધી કલાક તમને સ્ટોરીમાં ખેંચી લેશે અને ઈન્ટરવલ પછી ફિલ્મ એક નવા ગતિશીલ વળાંકે પહોંચી જાય છે.

અભિનયની દૃષ્ટિએ:
ચેતન ધનાણી રાઘવના રોલમાં ખૂબ મજબૂત દેખાય છે. પૂજા જોશી, દીપ વૈદ્ય, પ્રિયલ ભટ્ટ, હેમિન ત્રિવેદી, શ્રેય – સૌએ પોતાની ભૂમિકાઓ નિષ્ઠાથી અને અસરકારક રીતે દર્શાવી છે. દીપ અને પ્રિયલનો સ્ક્રીનટાઈમ હાફ સુધી સીમિત હોવા છતાં તેમનો પરફોર્મન્સ ઝળહળતો લાગે છે.
નિશિત બ્રહ્મભટ્ટ, કલ્પેશભાઈ અને સતીશ ભટ્ટ જેવા સાઇડ રોલમાં આવેલા કલાકારો પણ ફિલ્મને સપોર્ટ આપે છે. ભૂષણ ભટ્ટની હાજરી પણ નોંધપાત્ર છે.

ટેકનિકલ બાબતો:
ડ્રોન શોટ્સથી ભરપૂર સિનેમેટોગ્રાફી (સ્રીકુમાર નાયર) દૃશ્યમય અનુભવ આપે છે.
એડિટિંગ (રાહુલ ભોલે અને વિનિત કાનોજિયા) ટાઈટ અને ક્રિસ્પ છે.
મેહુલ સુર્તીનું મ્યુઝિક અને દર્શન શાહનું બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની ઇનટેન્સિટી વધારશે.
સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ (ભાર્ગવ ત્રિવેદી) સુંદર રીતે લખાયેલા છે.
ફિલ્મનું નિર્માણ (અજય પટેલ, અશોક પટેલ, દિત પટેલ અને પિયુષ પટેલ) પણ ઉચ્ચ ગુણવત્તાવાળું છે.
દિગ્દર્શન (કાર્તવ્ય શાહ) અત્યંત કન્ટ્રોલમાં અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરેલું છે.

ફિલ્મ માટેનો નિર્ણય:
‘શસ્ત્ર’ એ ફેમિલી ઓડિયન્સ માટે બનાવેલી થ્રિલર છે – વિના અશ્લીલતા, વિના ઘસાટ સંવાદ.
માસ અને ક્લાસ બંને પ્રકારના દર્શકો માટે માણવા જેવી ફિલ્મ છે.

રેટિંગ: ✨ (3.5 સ્ટાર)
જોવો નહીં ચૂકશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *