મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિના ભાગરૂપે સંગીતપ્રેમીઓ માટે મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન

મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત દુનિયા છે. તેમની 100મી જન્મજયંતિના ભાગરૂપે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર તથા આર્ક ઇવેન્ટ્સ દ્વારા તાજેતરમાં જ પંડિત દીનદયાલ હોલ ખાતે મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સંગીતમય કાર્યક્રમ આર્ક ઈવેન્ટ્સના ફાઉન્ડર ડૉ. મિતાલી નાગ દ્વારા મેનેજ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગે પોતાના મધુર અવાજથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સાથે જ મુંબઈના પ્રખ્યાત સિંગર કે જેમને વોઇસ ઓફ રફી સાહબ પણ કહે છે તેઓ પ્રસન્ન રાવ એ તેમનો સંપૂર્ણ સાથ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ સુદીપ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અદભુત મ્યુઝિકલ પ્રોગ્રામને કમિશનર ઓફ યુથ સર્વિસીસ & કલ્ચર એક્ટિવિટીઝ દ્વારા આયોજન નું સમર્થન પ્રાપ્ત હતું.

આ મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝામાં સિંગર્સ દ્વારા સૂર-મધુર ગીતોથી સાંજ મહેકી ઉઠી હતી. પ્રજાસત્તાક દિવસ પણ નજીક આવી રહ્યો છે તો મોહમ્મદ રફીના સોંગની સાથે – સાથે દેશ ભક્તિના ગીતો પરફોર્મ કરવામાં આવ્યા હતા. મોહમ્મદ રફીનું સોન્ગ જનમ – જનમ કા સાથ હૈ,  લતા મંગેશકરનું સોન્ગ તુમ મુઝે યુહ ભૂલા ના પાઓગે તથા દેશભક્તિ સોન્ગ જહાં ડાલ ડાલ પર સોનેકી વગેરે સોન્ગ્સ ઇવેન્ટની હાઇટલાઇટ્સ રહ્યાં હતા. આ કાર્યક્રમમાં મિતેષ દેસાઈ અને તેમની ટીમની ઓર્કેસ્ટ્રાએ ચાર ચાંદ લગાવી દીધા હતા.

કાર્યક્રમ માં શહેર ના નામાંકિત આમંત્રિતો જેમ કે મ્યુનિસિપલ કાઉન્સિલર તથા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, હાર્ટ ફાઉંડેશન ના ડૉક્ટર નીતિન સુમંત શાહ, શ્રી ઘનશ્યામ ભાઈ અમીન, ડૉક્ટર બીના પટેલ તથા ગણ્યામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કોન્સર્ટથી કાંઈક અલગ આ મેલોડી સોન્ગ્સથી આ કાર્યક્રમ સંગીતમય બની ગયો હતો તથા શ્રોતાજનો એ ખૂબ વખાણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *