“માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ થશે રિલીઝ

ગુજરાત : ગુજરાતી સિનેજગતમાં એક નવી જ ફિલ્મ આવી રહી છે જે સંઘર્ષની ગાથા દર્શાવે છે. માર્સ મુવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભરત જૈન દ્વારા નિર્મિત અને વિષ્ણુ ઠાકોર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જીગરના મુખ્ય પાત્રમાં પ્રખ્યાત સોન્ગ “માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં એવા કલાકારની વાત કરવામાં આવી છે જેણે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી સફળતના શિખર પર પોહંચ્યો છે. કલાકારની કળાને કોઈપણ સંજોગોમાં દબાવી શકાતી નથી, કળા સ્વયંભૂ બહાર આવે જ છે, કારણકે એ કુદરતની ભેટ છે. આવા જ એક બાળ ગાયક જીગર ની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ એટલે “જીગરની જીત”. એક નાના ઘરનો વ્યક્તિ પોતાના બાળકને આગળ લાવવા માટે કેટલો સંઘર્ષ કરે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં અત્યંત અનુભવી જીગર ઠાકોર, ચેતન દૈયા, જીતુ પંડ્યા, જીમી, પૂજા સોની, પ્રકાશ મંડોરા, પિયુષ પટેલ વગેરેએ પોતાના અભિનય થકી ચાર ચાંદ લગાડી દીધા છે, તેમની સાથે સોશિયલ મીડિયા પર અત્યંત પ્રખ્યાત એવા  વિજુડી, ગુજ્જુ લવ ગુરુ, વિલેજ બોય પણ આ ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મના ગીતો અત્યંત અનુભવી એવા જશવંત ગાંગાણી, ચંદુ રાવલ, બળદેવસિંહ ચૌહાણ , જય કવિ દ્વારા લખાયા છે. આ ફિલ્મ ના સંગીતકાર છે ઋત્વિજ જોષી. આ ફિલ્મ ના ગીતો માં સ્વર આપ્યો છે જીગર ઠાકોર અને હરિઓમ ગઢવી એ.

તો 17મી જાન્યુઆરીએ તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે ફિલ્મ  “જીગરની જીત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *