યુવાનોના કહેવાતા બુદ્ધિશાળી હૈયાની વાતો લઈને લેખક દિર્ગદર્શક ચિન્મય પુરોહિત ગુજરાતી સીનેમાને પડદે એક નવી વાર્તા લઈને આવ્યા. વાર તહેવાર એક એવી ગુજરાતી ફિલ્મ છે. જેમાં વાર્તાના મૂળ પાત્રો ઇમોશન્સને પોતાના માટે હાનિકારક ગણે છે.
વાર્તાના નાયક કુત્રિમ હદય બનાવીને લાગણીઓથી દૂર ભાગવાનું વિચારે છે, જ્યારે નાયિકા મનોવિજ્ઞાનીક ડૉક્ટર હોવાને લીધે સબંધોની આંટીઘૂંટી માંથી બાકાત રહેવા માંગે છે. જીવનમાં ફકત લગ્ન કરવા તે મહત્વનું નથી, માનવસંબંધોને પોતાની રીતે મુલાવતા આ નાયક ( પરિક્ષિત તામલિયા ) અને નાયિકા ( એમ.મોનલ ગજ્જર ) ની વચ્ચે શું કોઈ પ્રેમ સંબધ બંધાશે ખરો? એ જોવા આપણે સીનેમાઘર સુધી જવું જ રહ્યું.
દુનિયા ગમે તેટલી રોબોટિક થઈ જાય પણ એ માણસાઈનું સ્થાન ના જ લઈ શકે , માણસ મશીનને ભલે પ્રેમ કરે પણ મશીન માણસને ક્યારેય માણસાઈની હૂંફ ના આપી શકે, સુખ હોય કે દુ:ખ માણસ લાગણીથી તરબતર થવાને એકબીજાના ખભાની જરૂર પડે જ છે. આ કથાવસ્તુ ની આજુ બાજુ ફરતી ફિલ્મ એટલે વાર તહેવાર
ફિલ્મમાં હલકી ફૂલકી કોમિક પ્રેક્ષકોને જકડી રાખે છે. એમ.મોનલ ગજ્જર અને ટીકુ તલસાનીયાની વચ્ચે થતી ટીખળ ફિલ્મને જીવંત રાખે છે. પરિક્ષિત તામલિયા ની એક્ટિંગ સાચે જ વખાણવા લાયક છે.. ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જાના જાણીતા એક્ટર પણ ખાસ રોલમાં જોવા મળે છે. તેમની સાથે જ આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગાંગડેકર , ભૂમિકા પટેલ જેવા કલાકારોએ ચાર ચાંદ લગાવ્યા છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડક્શન વેલ્યૂ અને મ્યુઝિક અને હૈયાની આર પાર વીંધી જાય એવા ડાયલોગ સૌને પસંદ આવે તેવા છે. . પરિવાર સાથે જોઈ શકાય તેવી આ ફિલ્મ મનોરંજન, મસ્તીથી ભરેલી અને માર્મિક પણ છે.
અને છેલ્લે …
ગુજરાતી પડદે આવી ફિલ્મો માટે રેડ કાર્પેટ પથરાય તો વાર તહેવાર માં અચૂક જોવા જવું.
— નિરવ શાહ દ્વારા.