જયમિત યોગા સ્ટુડિયો અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી

Bharuch- ઇન્ટરનેશનલ યોગા ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચના સર્વ પ્રથમ યુગ સ્ટુડિયો જયમીત યોગા સ્ટુડીયો તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તારીખ 18 જુન 2024 ના રોજ mi પટેલ રોટરી ક્લબ ખાતે 10 માં ઇન્ટરનેશનલ યોગા દિવસનું પ્રીસેલિબ્રેશન કરવામાં આવ્યું

આ ઇવેન્ટમાં જયમિત યોગા સ્ટુડિયોના 100 વધુ મેમ્બર તેમજ 200થી વધુ વિઝીટર્સ એ ભાગ લીધો

આ ઇવેન્ટ નો હેતુ વધુમાં વધુ લોકો એક સાથે આવે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તેવો હતો

ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે રાજનસિંગ ગોહિલ ( ડિસ્ટ્રીક સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓફિસર ઓફ ધ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત), હેમા પટેલ (ગુજરાત બોર્ડ યોગા ટ્રેનર), પ્રકાશ પટેલ (સિનિયર યોગ કોચ યોગ ગુજરાત યોગ બોર્ડ), ભાવિની ઠાકર (કોઓર્ડીનેટર ઓફ ગુજરાત યોગ બોર્ડ ભરૂચ),  તૃપ્તિબેન મહેતા (અનુભવી યોગા ટ્રેનર) પધારયા હતા.

આ અંગે જયમીત મહેતાએ વધુ માહિતી આપતા કહ્યું કે યોગા ને માત્ર એક દિવસ નહીં પરંતુ પોતાના રોજબરોજના નિત્યક્રમમાં પણ સમાવેશ કરવો. હવે તો લોકો યોગા ને એક કરિયર તરીકે પણ સિલેક્ટ કરી રહ્યા છે

જયમિત યોગા સ્ટુડીયોની વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષથી ભરૂચના ચાર મુખ્ય એરીયા જેવા કે તુલસીધામ રોડ, તવરા , લિંક રોડ, અને ફલશ્રુતિનગરમાં એમની બ્રાન્ચ ચાલે છે જ્યાં દરરોજ 300 થી વધુ લોકો યોગા ની તાલીમ લઈ રહ્યા છે.

જયમિત  યોગા સ્ટુડિયો દ્વારા વિવિધ અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે જેવા કે બિગેનર્સ યોગા , ઇન્ટરમીડીયેટ યોગા ,એડવાન્સ યોગા, વેઇટ લોસ યોગા ,તેમજ યોગા ટીચર ટ્રેનીંગ કોર્સ (yttc) નો સમાવેશ થાય છે તેમની પાસે 10 થી વધુ અનુભવી યોગ પ્રશિક્ષકો છે જે હાલમાં તેમના યોગા સ્ટુડિયોમાં યોગા શીખવે છે.

ઇવેન્ટમાં જયમિત યોગા સ્ટુડિયોના ટ્રેનર અને વિદ્યાર્થીઓ દ્વારા અભૂતપૂર્વ યોગા પર્ફોર્મન્સ આપવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *