જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું  ૩૦ વર્ષ બાદ રિયુનિયન

તા. ૩૦મી ઓગસ્ટ, રવિવારના રોજ જય સોમનાથ, મણિનગરના 30 વર્ષ અગાઉની બેચના 20 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. વર્ષો બાદ શાળાના પ્રાંગણમાં એકત્ર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે મુલાકાત કરી બાળપણની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે સૌએ શાળામાં વિતાવેલા સુખદ સંસ્મરણો વાગોળ્યા તેમજ શિક્ષકો અને સહપાઠીઓ સાથેના અનુભવોને યાદ કર્યા હતા.

સૌએ એકબીજા સાથે આનંદભેર સમય વિતાવી જૂની મિત્રતાને વધુ મજબૂત બનાવી હતી. સમગ્ર રિયુનિયનનો માહોલ લાગણીસભર અને આનંદમય રહ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ભવિષ્યમાં પણ આવા મિલન સમારોહ યોજવાની લાગણી વ્યક્ત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *