મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના બ્યુટી અને વેલનેસ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. ગત 5 જુલાઈના રોજ મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું અને ભવ્ય સલોન ‘ધ લૂક બુક’ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ હાઈટેક સલોનના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડની જાણીતી અને જાજરમાન અભિનેત્રી સોનલ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સલોનની મુલાકાત લઈને અને તેની વૈશ્વિક સ્તરની સુવિધાઓ જોઈને સોનલ ચૌહાણ મંત્રમુગ્ધ થયા હતા અને તેમણે આ અદભુત સાહસની ભારોભાર પ્રશંસા કરી હતી. મહેસાણામાં આ કક્ષાની સુવિધા આપનારું આ એકમાત્ર સલોન છે, જ્યાં ગ્રાહકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ત્વચા અને વાળની ઊંડાણપૂર્વકની તપાસ માટે એઆઈ યકીન &હર ટેસ્ટ , કોરિયન પદ્ધતિ આધારિત અત્યાધુનિક એઆઈ પાવર્ડ કોરિયન હેર કેર અને માત્ર ૧૦ મિનિટ જેવા નજીવા સમયમાં સચોટ રિઝલ્ટ આપતા એઆઈ હેર &સ્કિન એનાલિસ્ટ જેવી હાઈટેક સેવાઓ મળશે.
આ સલોનની સૌથી વિશેષ બાબત એ છે કે અહીં લગ્નગ્રંથિથી જોડાતા બ્રાઈડલ અને ગ્રુમમાટે ખાસ આ તમામ AI ટેકનોલોજી અને સ્પેશિયલ પેકેજ સાથે તૈયાર થવાની પ્રીમિયમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી તેઓ પોતાના જીવનના સૌથી ખાસ દિવસે એકદમ પરફેક્ટ અને આકર્ષક લુક મેળવી શકશે. દરેક વ્યક્તિની ત્વચા અને વાળની સેન્સેટિવીટીને ધ્યાનમાં રાખીને અહીં માત્ર વિશ્વસ્તરીય ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સથી જ ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને સાથે નિષ્ણાતો દ્વારા દરેક ક્લાયન્ટને પર્સનલાઈઝ કન્સલ્ટેશન પણ આપવામાં આવશે, જેથી દરેકને પોતાના માટે શ્રેષ્ઠ સલાહ મળી રહે. સુવિધાઓની સાથે આ સલોનનો દેખાવ પણ લાજવાબ છે; પુસ્તકના કોન્સેપ્ટ પર ડિઝાઇન થયેલું આ સલોનનું યુનિક ઇન્ટિરિયર અહીં આવતા લોકોને એક લક્ઝુરિયસ અને શાંતિદાયક અનુભવ આપે છે. આ હાઈટેક સેવાઓ ઉપરાંત, અહીં રૂટિન કેરની ઘણી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેના કારણે હવે મહેસાણા વાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની બ્યુટી ટ્રીટમેન્ટ પોતાના જ શહેરમાં મળશે.
