પરફેક્ટ 100અને વધુ: સીબીએસઈ ધોરણ 10બોર્ડની પરીક્ષાઓ 2026માં ફિઝિક્સવાલા (PW) ના વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા

અમદાવાદ, એપ્રિલ 16, 2026: ગુરુવારનો દિવસ એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા (PW) માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100 ટકા ગુણ મેળવ્યા છે. ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલ્કા (પંજાબ) ના વૈભવ અરોરા, અમદાવાદ (ગુજરાત) ના અમોલિક પંડિત અને ભુવનેશ્વર (ઓડિશા) ના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100 ટકા ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વધુમાં, ફિઝિક્સવાલાના ટેક-એનેબલ્ડ ઓફલાઇન સેન્ટર્સ ‘PW વિદ્યાપીઠદ્વારા અમદાવાદમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં સારું પ્રદર્શન કરનાર શહેરના PW વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રદર્શન કરનારાઓમાં સર્વજીત મુખોપાધ્યાય (98.00%) અને દીક્ષાંત ચૌહાણ (97.00%) સામેલ હતા.

પોતાના અનુભવો શેર કરતા વૈભવ અરોરાએ જણાવ્યું કે, “સતત તૈયારી, નિયમિત પ્રેક્ટિસ અને શાળા તથા PW ના શિક્ષકોના માર્ગદર્શનથી મને પરફેક્ટ સ્કોર મેળવવામાં મદદ મળી.” અમોલિક પંડિતે જણાવ્યું કે, “નિયમિત રિવિઝન અને સેમ્પલ પેપર્સ સોલ્વ કરવાને કારણે 100% સ્કોર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.” આયુષ્માન મોહપાત્રાએ ઉમેર્યું કે, “શિસ્તબદ્ધ રહેવું અને ચોક્કસ સ્ટડી પ્લાનનું પાલન કરવાથી પૂરેપૂરા ગુણ મેળવવાનું શક્ય બન્યું છે.”

પરિણામો પર ટિપ્પણી કરતા ફિઝિક્સવાલાના ફાઉન્ડર અને સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું હતું કે, “પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીઓ પર અમને ગર્વ છે અને અમે તેમની મહેનત તથા સમર્પણને બિરદાવીએ છીએ. ખાસ કરીને જેમણે પરફેક્ટ સ્કોર મેળવ્યો છે તેમને અમે અભિનંદન આપીએ છીએ. આ પરિણામો સતત પ્રયત્નો અને યોગ્ય શૈક્ષણિક સપોર્ટ સિસ્ટમનું પ્રતિબિંબ છે.”

આ વર્ષે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10ની પરીક્ષામાં બેઠા હતા. આ વિદ્યાર્થીઓનું પ્રદર્શન શૈક્ષણિક સફળતામાં સ્ટ્રક્ચર્ડ ઓનલાઇન અને હાઇબ્રિડ લર્નિંગની વધતી જતી ભૂમિકાને ઉજાગર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *