E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ,  નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા

ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.  E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.

ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા ત્રણ એમ્પોલયી ની વાત છે, કંપનીના મેનેજરના કારણે આ ત્રણ એમ્પ્લોયી એ ભૂલ નો ભોગ બને છે અને આ ત્રણ એમ્પ્લોયી એ મેનેજર બદલો લેવા એક ચોરી કરે છે અને ત્યાર બાદ એક રાતમાં આ ત્રણેય સાથે શું થાય છે એ માટે આ ફિલ્મ જોવી જ રહી. આ ફિલ્મ એક રમૂજ સાથે સોશ્યિલ મેસેઝ પણ આપે છે. આ ફિલ્મ ના લેખક દિગ્દર્શક રાકેશ શાહ છે. ફિલ્મ ના મુખ્ય પાત્રો માં શ્રેય મારડીયા, અર્ચન ત્રિવેદી, આંચલ શાહ, રિશી જાની, પાર્થ મોદી, કેતન ઠક્કર, હેતલ બારોટ, માનિન ત્રિવેદી, લૌકિક માંડગે, રવિ સોલંકી જોવા મળશે. જેનું મ્યુઝિક આપ્યું છે મૌલિક મેહતા, લિરિસિસ્ટ છે કિરણ પરિહાર.

શૂટિંગ પૂર્ણ થવાના અવસરે નિર્માતાઓએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય હંમેશાથી એવું કન્ટેન્ટ પીરસવાનો રહ્યો છે જે આખો પરિવાર સાથે બેસીને માણી શકે. ‘ચોર નંબર-1’ માં શાનદાર ટીમવર્ક જોવા મળ્યું છે અને દરેક કલાકારે પાત્રને ન્યાય આપ્યો છે. અમને વિશ્વાસ છે કે મે 2026માં જ્યારે આ ફિલ્મ મોટા પડદે આવશે, ત્યારે પ્રેક્ષકો તેને મન ભરીને માણશે.”

ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતા જ સેટ પર ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. શૂટિંગના છેલ્લા દિવસે સમગ્ર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ માટે એક ખાસ ‘રેપ-અપ પાર્ટી’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિગ્દર્શક રાકેશ શાહ એ  શૂટિંગ દરમિયાનના પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે,  સેટ પર કામ કરવાના દિવસો એટલા મનોરંજક હતા કે ક્યારે શૂટિંગ પૂરું થઈ ગયું તેની ખબર જ ન પડી. સેટ પરનું વાતાવરણ એક પરિવાર જેવું હતું, જ્યાં કામની સાથે હસી-મજાક પણ થતા.” શૂટિંગના અંતે કેક કાપીને સૌએ આ સફળતાની ઉજવણી કરી હતી અને એકબીજા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ રેપ અપ પાર્ટી દરમિયાન નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *