16 જાન્યુઆરી, 2025 – હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”ના આતુરતાથી રાહ જોવાઈ રહેલા ટ્રેલરને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મના કલાકારો અને ક્રૂ, મીડિયા મિત્રો તેમજ ગુજરાતી ફિલ્મ જગતની અગ્રણી હસ્તીઓની હાજરી સાથે ખચાખચ ભરાયેલા ઓડિટોરિયમનો માહોલ જ આ ફિલ્મને લઇને જોવા મળેલા ઉત્સાહ વિશે જણાવે છે.
જ્યારે ટ્રેલર મોટા પડદા પર દર્શાવાયું ત્યારે દર્શકો તરફથી મળી રહેલા જોરદાર પ્રતિભાવોમાં રૂંવાડા ઉભી કરી દેતા હોરર અને પેટ પકડીને હસાવતી કોમેડીનું જોરદાર કોમ્બિનેશનથી દર્શકોના ચહેરા પર પેદા થતી રેખાઓને સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. હાસ્યથી ભરપૂર દરેક પંચલાઇન દર્શકોને હસાવી રહી હતી અને ડરાવી દેતું દરેક દ્રશ્ય દર્શકોના ચહેરા પર ડર પેદા કરી રહ્યું હતું, આ દરેક ક્ષણને દર્શકોએ તાળીઓથી વધાવી, ત્યારે એ વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો કે આ ફિલ્મ દરેક પ્રકારના દર્શકોને થિયેટરમાં ખેંચી લાવશે.
ટ્રેલરમાં ફાટી ને?ની રસપ્રદ વાર્તાની ઝલક પણ આપવામાં આવી છે. વાર્તા મુખ્ય કલાકારોને એક રહસ્યમય હવેલીમાં પ્રવેશતા બતાવે છે, જ્યાં તેઓ આકાશ ઝાલા દ્વારા ભજવવામાં આવેલા ભૂતના પાત્રનો સામનો કરે છે. આ ફિલ્મમાં રોમાંચ અને અંધાધૂંધીમાં વધારો કરે છે તે છે હેમિન ત્રિવેદી દ્વારા ભજવવામાં આવેલ એક વિચિત્ર દેખાતા બાબાનું પાત્ર, જેઓ આ ગ્રુપને ખતરાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેમ-જેમ રહસ્યમય અને ભયાનક ઘટનાઓ બનતી જાય છે તેમ-તેમ, ભૂતનો સામનો કરવા પર મુખ્ય પાત્રો દર વખતે રમુજી રીતે કહે છે “ફાટી ને?”. આ ક્ષણો “ફાટી ને?” એક એવો મંત્ર બનાવી દે છે જે ચોક્કસથી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવશે.
લીડ એક્ટર હિતુ કનોડિયાએ ઉમેર્યું, “‘ફાટી ને?’ની સ્ટોરી દર્શકોને એક સામાન્ય હોરર-કોમેડી કરતાં કંઇક વધુ મનોરંજન પુરૂં પાડે છે; તે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જે એકસાથે સમગ્ર પરિવારને હસાવવા, ડરી જઈને ચીસો પાડવા અને આનંદ માણવા માટે થિયેટર સુધી ખેંચી લાવશે. હ્યુમર અને થ્રિલ્સની આ અનોખી ફિલ્મ આ વર્ષની શરૂઆત એક આનંદદાયક અને યાદગાર રીતે કરવાની આ સૌથી શ્રેષ્ઠ રીત છે.”
સ્મિત પંડ્યાએ જણાવ્યું, “જે લોકોને હસવું ગમે છે, જે લોકોને ડરનો રોમાંચ ગમે છે અને જે લોકો ફક્ત ગુજરાતી સિનેમાને ખરેખર વૈશ્વિક સ્તરે અલગ તરી આવતું જોવા માંગે છે તે તમામ માટે અમે ‘ફાટી ને?’ફિલ્મ લઇને આવી રહ્યાં છે. હું તે વાતને લઇને મારી જાતને રોકી નથી શકતો કે ક્યારે લોકો આ ફિલ્મને જુએ અને એકબીજાને પૂછે કે, ‘ફાટી ને?'”
ડિરેક્ટર ફૈસલ હાશમીએ જણાવ્યું, “હ્યુમર, ઇમોશન્સ અને સસ્પેન્સનો સ્પર્શ ધરાવતી આ ફિલ્મ દરેકને મનોરંજન પુરૂં પાડે છે. આ ફિલ્મ એક એક એવી કૃતિ છે જેનો આનંદ તમે સમગ્ર પરિવાર સાથે થિયેટરમાં માણી શકો છો, અને અમે આ અનુભવને દર્શકો સુધી પહોંચાડવા માટે આતુર છીએ.”
એસપી સિનેકોર્પના શરદ પટેલ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ કે જેમના પીઠબળે તે ખાતરી આપી છે કે ફાટી ને?એ તે સ્તર પર બની છે કે જે ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળ્યું છે. પટેલે જણાવ્યું, “આ ફિલ્મ સાથે ગુજરાતી સિનેમા નવો અધ્યાયમાં પ્રવેશ કરવા તૈયાર છે. ઉત્તમ ટેકનોલોજી અને ટેલેન્ટ સાથેની આ ફિલ્મની અનોખી સ્ટોરીને રૂપેરી પડદા પર લાવીને અમારૂં લક્ષ્ય દર્શકોને આ પહેલાં તેમણે ક્યારેય જોયું નહી હોય તેવું વિશેષ મનોરંજન પીરસવાનું છે.”
કેનસ ફિલ્મ્સ તરફથી પ્રોડ્યુસર શૈશવ પ્રજાપતિએ જણાવ્યું, “તેના મૂળ વાર્તા અનુસાર, ‘ફાટી ને?’ ફિલ્મ દરેક દર્શક માટે યાદગાર અનુભવ બની જશે. આ એક એવી ફિલ્મ છે જે મનોરંજન તો પીરસે જ છે પરંતુ તેની સાથે દર્શકોને સીટ સાથે જકડી રાખી છે. અમને પૂરો વિશ્વાસ છે કે દર્શકો આ ફિલ્મ જોતાજોતા હસતા જોવા મળશે, થિયેટરની બહાર નીકળ્યા બાદ પણ હસતા રહેશે અને તેના વિશે વાતો કરતા રહેશે.”
શાનદાર કલાકારો, બોલ્ડ સ્ટોરીલાઇન અને અભૂતપૂર્વ ટેકનિકલ સજ્જતા સાથે, ફાટી ને? હોરર-કોમેડી જેનરને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. ટ્રેલરના લૉન્ચે પહેલાથી જ ભારે ચર્ચા જગાવી છે, અને આ ફિલ્મ એક યાદગાર સિનેમેટિક રાઈડ કરાવવા માટે તૈયાર છે.
ટ્રેલર લોન્ચે એ વાતનો સંકેત આપી દીધો છે કે ફિલ્મ એક ભવ્યાતિભવ્ય રિલીઝ હશે. ફાટી ને? એક યાદગાર સિનેમેટિક રાઈડ કરાવે છે, જેમાં હાસ્ય, રોમાંચ અને નવીનતાનો ડોઝ છે, જે ચોક્કસથી ગુજરાત અને દુનિયાના કોઈપણ છેડે રહેતા દરેક ગુજરાતી દર્શકને પસંદ આવશે.
“ફાટી ને?” ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.