- ઉદ્ધાટન પ્રસંગે નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર (હેલ્લારો ફેમ) રહ્યાં ઉપસ્થિત
- ઓનલાઇનની સાથે- સાથે ઓફલાઈન સર્વિસ પણ પ્રદાન કરે છે
અમદાવાદ: ન્યૂ પેરેન્ટ્સ અને સગર્ભા માતાઓને કાંઈક શ્રેષ્ઠ આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયાની લીડીંગ મધર & કિડ્સ બ્રાન્ડે હંમેશાથી ક્વૉલિટી અને ડ્યુરેબિલીટી આપવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કવેર ગ્રાન્ડ ખાતે તેમનો ગુજરાતનો પ્રથમ સ્ટોર શરૂ કરાયો છે. હનીહનીના નવા સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર (હેલ્લારો ફેમ) ઉપસ્થિત રહ્યાં હતા. હનીહની ખાતે વિવિધ પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ છે અને તે નાના બાળકો તથા પરિવારો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનવાનું લક્ષ્ય રાખે છે.
હનીહની બેબી બેડ, બેબી કોટ, બેબી ક્રિબ, મોમ ચેર અને બેબી ટ્રાન્સપોર્ટ જેવા કે બેબી સ્ટ્રોલર, બેબી પ્રમ, બેબી ટ્રાવેલ ગિયર, બેબી વેર અને એક્સક્લુઝિવ મેટરનિટી ક્લોથિંગની વ્યાપક શ્રેણી પ્રદાન કરી પરિવારના સદસ્યોને નજીક લાવે છે. અમદાવાદ ઉપરાંત, પૂણે, જયપુર, હૈદરાબાદના પ્રીમિયમ મોલ્સ અને દિલ્હી એનસીઆરના હાઈ સ્ટ્રીટ્સમાં ઓફલાઈન સ્ટોરની સાથે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ભારતના લોકોને સર્વિસ પ્રદાન કરે છે. હનીહની ખૂબજ સહજતા અને સરળતાથી પેરેનહૂડ જર્નીને સમર્થન આપવા માટે તૈયાર છે.
આ અંગે કિશન પંડ્યા અને રાધા પંડ્યા એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “હનીહની ખાતેનું અમારું મિશન હંમેશા માતાપિતાને તેમના નાના બાળકો માટે શ્રેષ્ઠ પ્રદાન કરવાનું રહ્યું છે, અને આ નવો સ્ટોર અમને અમારી પહોંચ વિસ્તારવા અને વધુ પરિવારો સાથે પેરેન્ટહૂડનો આનંદ માણવાની તક આપશે.”
પ્રખ્યાત સેલિબ્રિટી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં હનીહનીનું આગમન એ ગુજરાતના પરિવારો માટે એક મહત્વપૂર્ણ વાત છે. સર્વશ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરવા માટેનું બ્રાન્ડનું સમર્પણ છ. હું મનુ છું કે દરેક બાળક શ્રેષ્ઠને પાત્ર છે. અમદાવાદ જેવા ડાયનામિક શહેર માટે તેમના કોમ્પોઝિનેટ અને ક્વોલિટી આધારિત અભિગમને વિસ્તારવા બદલ હનીહની ને અભિનંદન પાઠવું છું.”
હનીહની બ્રાન્ડે છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણી વૃદ્ધિ નોંધાવી છે. તેમની ઓનલાઈન હાજરી હવે સમગ્ર ભારતમાં ઓફલાઈન સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ છે. તેની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાઓ સમગ્ર દેશમાં પરિવારો માટે હાઈ- ક્વોલિટી મધર & કિડ્સ પ્રોડક્ટ્સને સુલભ બનાવવાના બ્રાન્ડના વિઝન સાથે સંરેખિત છે. આ વિઝનને અનુરૂપ, બ્રાન્ડ આ વર્ષે ગુજરાતમાં વધુ સ્ટોર્સ શરૂ કરવા માટે તૈયાર છે.
હનીહનીનું વિઝન હંમેશાથી માતા-પિતાને પ્રીમિયમ અને પસંદગીની પ્રોડક્ટ્સની સર્વશ્રેષ્ઠ શ્રેણી પ્રદાન કરવાનું રહ્યું છે. આ પ્રોડક્ટ્સ સેફટી, સ્ટાઈલ અને કમ્ફર્ટનું પ્રતીક છે. માતા- પિતા કે પછી નવા માતા-પિતા બનનાર દરેક માટે બેબી ફર્નિચરથી લઈને આકર્ષક બેબી વેર પણ અહીં ઉપલબ્ધ છે. અમારી ઓનલાઈન હાજરીની સાથે સાથે વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાટે, અમે આગામી વર્ષમાં પણ સમગ્ર દેશમાં અમારી ઑફલાઇન પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તારવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
ક્વોલિટીની સાથે સાથે એફોર્ડેબિલીટી બનાવી રાખવી એ અમને અન્ય બ્રાન્ડથી અલગ તારવે છે. અહીંની દરેક પ્રોડક્ટ્સ વિશ્વભરના દેશોના વિવિધ ભાગોમાંથી ઉત્પાદિત અને આયાત કરાયેલ સામગ્રી સાથે આંતરરાષ્ટ્રીય ધોરણોની છે.