JOJO એપ પર 26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે વિક્રમ ઠાકોરની પાવર-પેક્ડ ફિલ્મ ‘વિક્રમ નં. 1’
અમદાવાદ: ગુજરાતી સિનેમાના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો માટે વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનાનો અંત ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે. મનોરંજન ક્ષેત્રે અગ્રેસર JOJO (જોજો) એપ પર આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ પાવર-પેક્ડ એક્શન અને ઈમોશનલ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘વિક્રમ નં. 1’ રિલીઝ થવા જઈ રહી છે. હોળીના તહેવાર પૂર્વે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ…
