24 જુલાઈએ કર્ણાવતીમાં જગદ્ગુરુ શંકરાચાર્યનું સ્વાગત, ગોભક્તોમાં ભારે ઉત્સાહ
અમદાવાદ, જુલાઈ 2026 :- પરમ શ્રદ્ધેય ગો-ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજશ્રી ની સત્ પ્રેરણાથી અર્બુદારણ્યની પાવન ભૂમિ પર હજારો ગૌમાતાઓના સાન્નિધ્યમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રાયોજિત “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી…
