અમદાવાદ: કરુણા અને જીવદયાના સંદેશથી સમૃદ્ધ આવનારી ગુજરાતી ફિલ્મ ‘જીવ’ ના કલાકારો અને નિર્માતાઓએ તાજેતરમાં પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ અને સન્ની પંચોલી, સંગીતકાર અભિષેક સોની તથા પ્રોડ્યુસર વિક્કી મહેતાએ મોરારિબાપુ સમક્ષ ફિલ્મ અંગે વાત કરતા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી.
વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ રચાયેલી ‘જીવ’ ફિલ્મ 12 ડિસેમ્બરથી રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મહેતા અને વિક્કી મહેતા છે.
ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અને અસરકારક અભિનયની ઝલક ખાસ ધ્યાન ખેંચે છે. તેમની સાથે સન્ની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. ફિલ્મ જીવદયા, કરુણા અને માનવીય મૂલ્યોને સ્પર્શે છે અને દર્શકોને હૃદયસ્પર્શી અનુભૂતિ અપાવવાનો વાયદો કરે છે.
જય શ્રી રામ । ગૌ માતા સદા સહાયતે
