નડિયાદ, 26મી નવેમ્બર, 2025: અરવિંદ મફતલાલ ગ્રુપનો ફ્લેગશિપ ઉદ્યોગ મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એમઆઈએલ) ભારતની સૌથી મોટી સેવા આપતી ટેક્સટાઈલ સંસ્થામાંથી એક હોઈ અવિરત ઉત્પાદન, ક્રાફ્ટમેનશિપ અને કસ્ટોડિયનશિપનો 120 વર્ષનો વારસો છે. ટેક્સટાઈલ કંપનીથી પણ વિશેષ તે પાંચ પેઢીઓથી આજીવિકા, કૌશલ્ય અને સમુદાયનું કેન્દ્ર રહી છે, જેણે ભવિષ્યને પહોંચી વળવા માટે સતત ઉત્ક્રાંતિ કરતો ઔદ્યોગિક વારસો જાળવી રાખ્યો છે.
ફિફ્થ જનરેશન લિડર અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રિયવ્રત મફતલાલના નેતૃત્વ હેઠળ આ વારસો ઈનોવેશન, જવાબદારી અને ઉચ્ચ કામગીરીના શિસ્ત પર આધારિત ભવિષ્યલક્ષી ઉત્પાદન ઇકોસિસ્ટમમાં પરિવર્તન પામી છે. કંપનીનો નવો અભિગમ આધુનિકતાને સાતત્યતા સાથે જોડે છે, જે તેની પ્રતિષ્ઠાને અકબંધ રાખવા સાથે તેના પાયાને મજબૂત કરે છે.

શ્રી પ્રિયવ્રત મફતલાલે વધુમાં ઉમેર્યુ કે, “અમારા પરિવર્તન ફક્ત નવાં મશીનો કે ડિજિટલ સિસ્ટમ્સ પુરતા જ પર્યાપ્ત નથી. અમે જે વિચારધારા સાથે સંચાલન કરીએ છીએ તેનાથી વ્યાખ્યાયિત થાય છે. અમે પાયાની બાબતોનું સમ્માન કરીએ છીએ અને અધુનિક ઉત્પાદન સંસ્થાની સ્થિતિસ્થાપકતા સાથે નવા વિચારોને વેગ આપીએ છીએ તેમજ ટકાઉપણું, ઇનોવેશન અને માનવક્ષમતા આગામી દાયકા માટે કેવીરીતે તૈયાર થઇ શકે તે દિશામાં પ્રયત્નશીલ છીએ.”
આ ઉત્ક્રાંતિના કેન્દ્રમાં નડિયાદ મેન્યુફેક્ચરિંગ કેમ્પસ છે, જે સંપૂર્ણપણે સંકલિત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ ધરાવે છે જે સ્પિનિંગ, વીવિંગ, ડાઈંગ, પ્રિન્ટિંગ, સ્ટિચિંગ અને વિશેષ એસેમ્બ્લી લાઈનનું સંચાલન કરે છે. ઓટોમેટેડ સિસ્ટમ્સ, ગ્લોબલ ટેકનોલોજી, ડિજિટલ મોનિટરિંગ ટૂલ્સ અને ઇન-હાઉસ આરએન્ડડી આધારિત આ સુવિધા સંસ્થાકીય, નિકાસ, રિટેઇલ અને ઈ-કોમર્સ બજારોમાં ચોકસાઇ, ઉચ્ચ સ્તર અને વૈવિધ્યતા માટે રચાયેલ છે.
આ ફેક્ટરી સરેરાશ ૪૦ લાખ મીટર/મહિનાની પ્રોસેસિંગ ક્ષમતા પર કાર્યરત છે જે કાર્યક્ષમતા, ગુણવત્તા અને જવાબદાર સોર્સિંગને અગ્રિમતા આપતા શિસ્તબદ્ધ સંચાલન મોડેલને પ્રદર્શિત કરે છે. આમ છતાં તેના ઉચ્ચ સ્તર અને ટેકનોલોજી સાથે નડિયાદની મજબૂત શક્તિ તેના લોકોમાં રહેલી છે. મોટા ભાગના કર્મચારીઓ 30 કિમી પરિઘની અંદરથી આવતા હોવાથી અને 20 વર્ષની સરેરાશ મુદત સાથે ફેક્ટરી કૌશલ્ય નિર્માણના બહુ-પેઢી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. માળખાબદ્ધ અપસ્કિલિંગ પ્રોગ્રામ્સ, મહિલા પ્રેરિત રોજગાર ઝુંબેશ અને મજબૂત ઓન-સાઈટ હેલ્થકેર પ્રક્રિયા સાથે લોકોને પોષવાની કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
ટકાઉપણું હવે વ્યવહારમાં સમાવિષ્ટ છે, પાલન તરીકે નહીં, પરંતુ સંસ્કૃતિ તરીકે. આ સુવિધા એનર્જી-ઑપ્ટિમાઇઝ્ડ મશીનરી, હીટ રિકવરી સિસ્ટમ્સ, એફલુઅન્ટ ટ્રીટમેન્ટ, ડિજિટાઈઝ્ડ વોટર મોનિટરિંગ અને કેમિકલ-ઑપ્ટિમાઇઝેશનનો ઉપયોગ કરે છે જે વૈશ્વિક માપદંડો સાથે સુસંગત છે. રોજબરોજના નિર્ણયોમાં પર્યાવરણીય જવાબદારીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
મફતલાલ ઇન્ડસ્ટ્રીઝનું પરિવર્તન જેટલું સાંસ્કૃતિક છે તેટલું જ ટેકનોલોજિકલ પણ છે. કંપની વોલ્યુમ-આધારિત ઉત્પાદનથી મૂલ્ય-આધારિત, ગુણવત્તા-પ્રથમ, હેતુ-કેન્દ્રિત ઓપરેટિંગ ફિલોસોફી તરફ આગળ વધી છે, જે લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવે છે અને એક સદીથી વધુ સમયથી તેનું માર્ગદર્શન કરતા સિદ્ધાંતોનું સન્માન કરે છે.
મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ 120 વર્ષથી સતત કામગીરી કરી રહ્યું છે, ત્યારે નડિયાદ ફેક્ટરી આ વારસાનું જીવંત હાર્દ બની રહે છે, જે એક અતૂટ ઉત્પાદન પરંપરા, હેતુ સાથે નવીનીકરણ પામેલી, સાતત્ય, શિસ્ત અને પેઢીઓ સુધી નિર્માણ કરવાની કટિબદ્ધતા સાથે અડીખમ ઉભી છે.
