એક વર્ષમાં 700 યુવાનોને તાલીમ આપી રોજગાર આપવા માટે સ્કિલ એનહાન્સમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો
મહેસાણા, ગુજરાત, ઓક્ટોબર 2025: યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા સશક્તના સતત પ્રયત્નોના ભાગરૂપે, હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશન જે ભારતમાં હોન્ડા ગ્રૂપની તમામ કંપનીઓનું CSR વિભાગ છે એ ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યૂરશીપ ડેવલપમેન્ટ (CED) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જેથી મહેસાણા, ગુજરાત સ્થિત ગણપત યુનિવર્સિટીમાં સ્કિલ એનહાન્સમેન્ટ પ્રોગ્રામ શરૂ કરી શકાય.
સમજૂતી કરાર સાઇનિંગ સેરેમનીમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ, હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશનના ઓપરેટિંગ ઓફિસર શ્રી રાજીવ તનેજા અને વિથલાપુર પ્લાન્ટના ઓપરેટિંગ ઓફિસર શ્રી મનિષ દુઆ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામનું મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને રોજગાર વચ્ચેનો અંતર દૂર કરવાનો છે, અને યુવાનોને ઉદ્યોગને અનુરૂપ, પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડવાનો છે.
પ્રથમ વર્ષમાં ₹1 કરોડના રોકાણ સાથે, આ પ્રોગ્રામનો ઉદ્દેશ જોબ ઓરિયેન્ટેડ વ્યાવસાયિક કોર્સીસ દ્વારા 700 યુવાનોને તાલીમ આપવાનો અને રોજગાર આપવાનો છે. પ્રોગ્રામ વર્કપ્લેસ રેડીનેસ, આત્મવિશ્વાસ અને ઉદ્યમી વિચારશક્તિ પર ભાર આપે છે, જેથી ભાગલેનારાઓ અનેક કરિયર માર્ગો શોધી શકે અને આર્થિક વિકાસમાં અસરકારક યોગદાન આપી શકે. રોજગારના અવસર ઊભા કરીને અને પ્રદેશના ટેલેન્ટ પૂલને મજબૂત બનાવીને, આ પહેલ સામાજિક-આર્થિક પ્રગતિ અને સમુદાય વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.
સ્કિલ એનહાન્સમેન્ટ પ્રોગ્રામ, શિક્ષણ, રોજગારક્ષમતા અને સમાજ કલ્યાણ માટે ભારતભરમાં સહાય કરવાનો હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશન નો સંકલ્પ વધુ મજબૂત બનાવે છે. હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશન સતત એવી પહેલો કરતું રહ્યું છે જે સમુદાયોને તેમની કુશળતા અને ક્ષમતાઓ વિકસાવી સ્વાવલંબન તરફ આગળ વધવામાં મદદ કરે છે.
આગામી સમયમાં, હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશન પોતાના ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો વ્યાપ અને પહોંચ વધારવાની યોજના ધરાવે છે. તેનું લાંબા ગાળાનું વિઝન એવું છે કે સ્કિલ ડેવલપમેન્ટ માટે એક ટકાઉ ઈકોસિસ્ટમ બનાવવું, જે સતત શીખવાની, રોજગારક્ષમતા અને ઉદ્યોગસાહસિકતાની તક આપે જેથી ભારતના વિકાસ અને નવીનતામાં અર્થપૂર્ણ યોગદાન આપતી વર્કફોર્સ તૈયાર થઈ શકે.
