ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદમાં PFHR દ્વારા ‘મિશન સ્વચ્છ ભારત’ રાષ્ટ્રીય સંમેલન સફળતાપૂર્વક યોજાયું
અમદાવાદ, 2 ઓક્ટોબર, 2025 – પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ (PFHR) દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે માનવ અધિકાર અને સામાજિક ન્યાય પર રાષ્ટ્રીય સંમેલન – “મિશન સ્વચ્છ ભારત” અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયું. આ સંમેલનની અધ્યક્ષતા PFHR ના પ્રમુખ શ્રી રાકેશ પાંડેએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન માનવ અધિકારો, સામાજિક ન્યાય અને સ્વચ્છતા અંગે સામૂહિક જવાબદારી પર વિચારવિમર્શ કરવામાં…
