ઝી ટીવીની આગામી કાલ્પનિક ઓફરિંગ ગંગા માઈ કી બેટિયાઁમાં ટેલિવિઝન પર એક સ્થિતિસ્થાપક્તા તથા મુક્તિનું એક શક્તિશાળી અને ઉંડાણપૂર્વકની ભાવનાત્મક વાર્તા લઇને આવ્યું છે. લોકપ્રિય કન્નડ શો ‘પુટ્ટકાના મક્કાલુ’ પરથી રૂપાંતરિત કરવામાં આ શોમાં ગંગા માઈની વાર્તા છે, તે એક એવી માતા છે, જેને તેના પતિએ પુત્ર ન થવાને લીધે ત્યજી દિધી છે. સમાજનના પૂર્વગ્રહથી તૂટી પડવાને બદલે, તે પોતાની ત્રણ પુત્રીઓનો ઉછેર તેની પૂરી શક્તિ, કરુણા તથા ગૌરવભેર ઉછેરે છે તથા પાલનપોષણ તથા પ્રદાતાની બેવડી ભૂમિકા ભજવે છે. ઝી ટીવીના નવા બ્રાન્ડ વાયદા ‘આપકા અપના ઝી ટીવી’ની સાથે આગળ વધારતા આ શો, ભાવનાત્મક પ્રમાણિક્તા તથા સ્ત્રીત્વની અડગ ભાવનાને શ્રદ્ધાંજલી આપે છે.

અનુભવી અભિનેત્રી શુભાંગી લાટકરને મજબૂત ગંગામાઈ તરીકે તથા અમનદીપ સિદ્ધુને સ્નેહા તરીકે મુખ્ય ભૂમિકામાં રજૂ કર્યા પછી ગંગા માઈ કી બેટિયાઁ હવે, તેની કથામાં બે વધુ મહિલા પાત્રોને આવકારીએ છીએ. લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી સૃષ્ટિ જૈન- સહાના તરીકે કાસ્ટમાં જોડાઈ છે, જે ગંગા માઈની મોટી દિકરી છે, જે સ્વભાવે સૌમ્ય, નિ:સ્વાર્થ મહિલા છે, જેની શાંત તથા ભાવનાત્મક બુદ્ધિ તેની માતાનું પ્રતિબિંબ છે. પોતાના ઘરના મેસના વ્યવસાયની મુખ્ય કરોડરજ્જુ તરીકે, તેની રસોઈ કુશળતા તથા તેની શાંત હાજરી માટે એક પ્રશંસનીય છે, ઘણી વખત તે મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતી નાની બહેન તથા સિદ્ધાંતવાદી માતાની વચ્ચે મધ્યસ્થી પણ બને છે અને તેનો આ જ પ્રવાસ તેને આત્મવિશ્વાસ તથા સ્વતંત્રતામાં પરિણમે છે. આ સમૂહમાં યુવા ઉર્જા ઉમેરી રહી છે, પ્રતિભાશાળી વૈશ્નવીપ્રજાપતિ જે અહીં ગંગા માઈની સૌથી નાની પુત્રી સોનીનું પાત્ર કરે છે, તે એક તેજસ્વી, ઉત્સાહી ઓલરાઉન્ડર છે, શિક્ષણ તથા રમત-ગમતમાં ઉત્કૃષ્ટ છે અને પરિવારના હિસાબો પર પણ કાબુ રાખે છે. તેની મસ્તી અને રમતિયાળ સ્વભાવ પરિવારમાં ખુશાલી લાવે છે. સહાના અને સોનીનું પાત્ર વાર્તામાં અલગ જ ભાવનાત્મક ઉંડાણ લઇને આવ્યું છે.

સૃષ્ટિ જૈન કહે છે, “ઝી ટીવી પર પાછો ફરવાનો મને ખૂબ જ આનંદ છે, મને ઘરે પાછા ફર્યા જેવું લાગે છે! ‘ગંગા માઈ કી બેટિયાઁ’માં સહાનાનું પાત્ર ભજવવું એ અત્યાર સુધીનો એક સુંદર અનુભવ રહ્યો છે. તે ખૂબ જ કોમળ, નિ:સ્વાર્થની અપાર શક્તિ ધરાવે છે અને હું તુરંત જ તેના ભાવનાત્મક ઊંડાણ તરફ આકર્ષીત થઈ. મને જે સૌથી વધુ ગમ્યું તે છે, તેની શાંત સ્થિરતા. તે તેના પરિવારને એકજૂટ રાખે છે, તેમની ભોજનશાળાનો બિઝનેસ ચલાવે છે અને ધીમે-ધીમે વધુ આત્મવિશ્વાસુ, સ્વતંત્ર મહિલામાં વિકસિત થાય છે. મેં મારા અભિનય કારકીર્દી દરમિયાન અત્યાર સુધીમાં ક્યારેય આવું કોઈ પાત્ર નથી ભજવ્યું. સહાનાએ સૌથી સરળ તથા મજબૂત પાત્રોમાંનું એક છે, જે મારા દર્શકોને જોવા મળશે. મારું માનવું છે કે, પ્રેરણા આપતા પાત્રોનું ભજવવું સંતોષકારક હોય છે અને સહાનાની સફર ચોક્કસપણે હૃદયસ્પર્શી છે. મજબૂત મહિલાઓની ઉજવણી કરતા શોમાં આવી સકારાત્મક ભૂમિકા ભજવવાની તક માટે હું ખૂબ જ આભારી છું.”
વૈશ્નવી પ્રજાપતિ કહે છે, “ગંગા માઈ કી બેટિયાઁ જેવા ખાસ શોનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ભાગ્યશાળી અને ઉત્સાહિત છું! સોનીનું પાત્ર ભજવવામાં ખૂબ જ મજા આવી. તે એકદમ જીવંત છે અને ગંગામાઈની સૌથી નાની પુત્રી હોવાની સાથોસાથ જિજ્ઞાસુ છે અને હંમેશા તેના પરિવારને મદદ કરવા તૈયાર છે. મને ગમે છે કે, તે શૈક્ષણિક તથા રમતગમત બંનેમાં શ્રેષ્ઠ છે અને સાથોસાથ સ્માર્ટ તથા રમતિયાળ હોવા છતાં, મુશ્કેલીઓનો હિસાબ પણ સંભાળે છે! આવા અનુભવી તથા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવું મારા માટે એક મોટો શિખવાનો અનુભવ રહ્યો છે અને હું આ અદ્દભુત ટીમનો ભાગ બનવા બદલ ખૂબ જ આભારી છું. મને આશા છે કે, દર્શકો સુમાના પ્રવાસનો આનંદ માણશે તેટલો જ મને તેનું પાત્ર ભજવવાનો પણ આનંદ છે!”
રવિ દુબે અને સરગુન મહેતાની ફિલ્મ “ડ્રીમિયતા ડ્રામા” નું નિર્માણ “ગંગા માઈ કી બેટિયાં” દ્વારા કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ તેનું પ્રીમિયર ફક્ત ઝી ટીવી પર થશે. વાર્તાનો પ્રીમિયર થતાં, એ જોવાનું રસપ્રદ રહેશે કે ગંગા માઈ પોતાના પરિવારને કેવી રીતે અતૂટ પ્રેમ અને દૃઢ નિશ્ચય સાથે એક કરે છે, સમાજના નિર્ણયોથી ઉપર ઉઠીને અર્થપૂર્ણ જીવન બનાવે છે.
તો આ હિંમત, કરુણા તથા માતાના અતૂટ જુસ્સાના આ હૃદયસ્પર્શી પ્રવાસને જોવાનું ચૂકશો નહીં, જે ટૂંક સમયમાં જ આવી રહ્યો છે, ઝી ટીવી પર!