અમદાવાદ: વસ્ત્રાપુર સ્થિત મહાવિદ્યા ખાતે 25થી 27 જુલાઈ દરમિયાન ત્રિદિવસીય “તંત્રવાસ્તુ એડવાન્સ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ વર્કશોપમાં વાસ્તુવિદ્યા અને તંત્રશાસ્ત્રના સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વક અધ્યયન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક તરીકે વાસ્તુ ગુરુ તરીકે જાણીતા શ્રી સંતોષ ગુરુ એ વિશેષ માહિતી આપી. તેઓ એ એડવાન્સ પદવિન્યાસ તથા દેવતાઓના રહસ્યો અંગે વિસ્તૃત માહિતી આપી.. વર્કશોપનો મુખ્ય હેતુ વ્યક્તિના નિવાસસ્થાન, કાર્યાલય કે ઉદ્યોગસ્થળમાં રહેલા વાસ્તુદેવતાઓની ઓળખ અને તેનાથી પ્રાપ્ત થતા પરિણામોને સમજાવવાનો છે.

શ્રી સંતોષ ગુરુ જણાવે છે કે, “આ વર્કશોપમાં 2 સ્ટ્રૅમ થિયરી પર આધારિત માહિતી આપવામાં આવી હતી, તેમજ વાસ્તુના પંચમહાભૂત તત્વોની સમજૂતી પણ કરાવવામાં આવી. ખાસ કરીને કોઈપણ તોડફોડ વગર વાસ્તુદેવતાઓને કેવી રીતે સક્રિય કરી શકાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન મળ્યું.”
આ ત્રિદિવસીય વર્કશોપ ખાસ કરીને એવા લોકો માટે એક સુંદર તક તરીકે ઉભરી આવી કે જેઓ વાસ્તુવિદ્યા તથા તંત્રશાસ્ત્રમાં પોતાના માટે કારકિર્દી સર્જવા ઇચ્છે છે. અહીં પ્રાપ્ત થતી માહિતી દ્વારા વ્યક્તિ વાસ્તુશાસ્ત્રના આધુનિક અને ઊંડા પાસાઓને સમજીને પોતાના જીવનમાં સમૃદ્ધિ, સંતુલન અને શાંતિ લાવી શકે છે.