આઈસવાર્પ (IceWarp) એ ગુજરાત ઓફિસની શરૂઆત કરી, પ્રાદેશિક હાજરીને મજબૂત બનાવવા માટે કાર્યબળના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

~ ગુજરાતમાં ક્લાયન્ટ એન્ગેજમેન્ટ, પાર્ટનર કોલાબોરેશન અને બિઝનેસ ગ્રોથ માટે વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે સેવા આપશે

અમદાવાદ, 14 જુલાઈ, 2025: એન્ટરપ્રાઇઝ ઇમેઇલ અને કોલાબોરેશન સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કંપની આઈસવાર્પ (IceWarp)  એ  ગુજરાતના અમદાવાદમાં તેની નવી પ્રાદેશિક ઓફિસનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ વિસ્તરણ ભારતમાં મુખ્ય વિકાસશીલ બજારોમાં તેની હાજરીને મજબૂત બનાવવાની કંપનીની ચાલુ પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

અમદાવાદના સેટેલાઇટમાં  હોટેલ ITC નર્મદાની સામે આવેલ શિવાલિક શિલ્પ II ખાતે સ્થિત આ નવી ફેસિલિટી ગુજરાત અને પશ્ચિમ ક્ષેત્રમાં આઈસવાર્પ (IceWarp) ના કસ્ટમર એન્ગેજમેન્ટ અને પાર્ટનર ડેવલોપમેન્ટ ઈનિશિએટિવ માટે એક મહત્વપૂર્ણ આધાર તરીકે સેવા આપશે. તે રાજ્યમાં કંપનીના ઓપરેશનલ સ્કેલ-અપ અને વધતા કસ્ટમર બેઝને ટેકો આપવા માટે પણ તૈયાર છે.

આ ઓફિસનું ઉદ્ઘાટન આઈસવાર્પ (IceWarp)ની નેતૃત્વ ટીમ દ્વારા અદાણી ગ્રુપના ચીફ ઇન્ફર્મેશન ઓફિસર જીગ્નેશ ખાંડવાલા; નેહલ દેસાઈ, હેડ આઇટી, જીએસએફસી ; તેમજ અન્ય માનનીય મહેમાનો,કી પાર્ટનર્સ અને ગ્રાહકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે  વેલકમ સેશન, રિબન કટિંગ સેરેમની, નેટવર્કિંગ ઈન્ટરેક્શન અને લંચ  સેલિબ્રેશન વગેરે આવરી લેવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આઈસવાર્પ (IceWarp) ના ભારત અને મધ્ય પૂર્વના સીઈઓ પ્રમોદ શારદાએ જણાવ્યું હતું  કે,”છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે ગુજરાતમાં જબરદસ્ત વિકાસ જોયો છે – અમદાવાદમાં એક નાની ટીમથી શરૂ કરીને હવે એફએમસીજી, એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા મુખ્ય ઉદ્યોગોમાં 100 થી વધુ ગ્રાહકો સાથે કામ કરી રહ્યા છીએ. આજે, અમને અદાણી, અમૂલ, કેડિલા, એલેમ્બિક ફાર્મા, શેલ્બી, GACL, TBEA એનર્જી, જિંદાલ વર્લ્ડવાઇડ, હેવમોર આઈસ્ક્રીમ, GNFC અને અન્ય ઘણા અગ્રણી નામો દ્વારા વિશ્વાસપાત્ર હોવાનો ગર્વ છે. આ ઓફિસ આ પ્રદેશ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરવાનો અને અહીંના વ્યવસાયિક ઇકોસિસ્ટમ સાથે ગાઢ જોડાણો બનાવવાનો અમારો માર્ગ છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “અમદાવાદનું ઝડપથી વિકસતું ડિજિટલ લેન્ડસ્કેપ તેને અમારા ભારતના રોડમેપમાં એક આદર્શ સ્થાન બનાવે છે. નવી ઓફિસ અમને ફક્ત અમારા ગ્રાહકોની નજીક રહેવાની જ નહીં પરંતુ વેચાણ, ગ્રાહક સપોર્ટ અને ટેકનિકલ કન્સલ્ટિંગ સહિતના મુખ્ય કાર્યોમાં અમારા સ્થાનિક કાર્યબળને વિસ્તૃત કરવાની પણ મંજૂરી આપે છે. અમે સુરક્ષિત, સ્કેલેબલ અને મૂલ્ય-આધારિત કોમ્યુનિકેશન સોલ્યુશન્સ સાથે પ્રાદેશિક વ્યવસાયોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”

અમદાવાદ ઓફિસ આઈસવાર્પ (IceWarp) ના મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને પુણેમાં સ્થાપિત કામગીરીને પૂરક બનાવશે. માઈક્રોસોફ્ટ 365 અને ગુગલ વર્કસ્પેસના કોસ્ટ- ઈફેક્ટિવ વિકલ્પ તરીકે જાણીતું, આઈસવાર્પ (IceWarp) એક જ ઇન્ટરફેસથી ઈમેલ, ટીમ સહયોગ, વિડીયો મીટિંગ્સ, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ અને વધુ માટે એક સંકલિત પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

આ વિકાસ આઈસવાર્પ (IceWarp) ની ભારતના ટાયર-1 અને ટાયર-2 શહેરોમાં તેની ઓન-ગ્રાઉન્ડ હાજરીને વિસ્તૃત કરવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે, જે તેને પ્રાદેશિક જરૂરિયાતોને વધુ સારી રીતે સંબોધિત કરવા અને તમામ સાઈઝના સંગઠનો માટે ડિજિટલ પરિવર્તનને વેગ આપવા સક્ષમ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *