એએમએ અને શશી થરૂર વચ્ચે અસરકારક ભાષા અને રાજનીતિક કુશળતા પર ચર્ચા

Ahmedabad:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ડો. શશી થરૂર, જેઓ તિરુવનંતપુરમના માનનીય સંસદ સભ્ય અને સંસદીય સ્થાયી સમિતિ (વિદેશી બાબતો) ના અધ્યક્ષ છે, તેમની સાથે “ડિક્શન, ડિપ્લોમસી અને ડિસ્ક્રિશન” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના માનદ સચિવ, શ્રી મોહલ સારાભાઈએ ડો. શશિ થરૂરનો પરિચય આપતા જણાવ્યું હતું કે ” ડિપ્લોમસી ડિક્શન (ભાષા) અને ડિસ્ક્રીશન (વિવેક)થી કરી શકાય છે,” જે ડો. શશી થરૂરના નેતૃત્વમાં પ્રતિબિંબિત થાય છે.

એએમએની પ્રોગ્રામ કમિટીના અધ્યક્ષ ડો. જૈનીલ શાહે આ વાર્તાલાપનું સંચાલન કર્યું હતું. ડો. શશિ થરૂરે ડિપ્લોમસી સૂક્ષ્મતાથી લઈને શિક્ષણ અને બાળપણ પરના વ્યક્તિગત પ્રતિબિંબ સુધીના વિવિધ વિષયોને આવરી લેતી બહુ-આયામી વાતચીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના વ્યાપક અનુભવના આધારે, ડો. થરૂરે સંયુક્ત રાષ્ટ્રના બહુસાંસ્કૃતિક અને બહુભાષી વાતાવરણમાંથી આંતરદૃષ્ટિ શેર કરી, વિવિધ ભાષાકીય પરિસ્થિતિઓમાં નેવિગેટ કરવાની તેમની ક્ષમતા દર્શાવી.

આ ચર્ચામાં ડો. થરૂરની વ્યક્તિગત જીવન યાત્રાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં બાળપણની પ્રિય યાદો અને માતાના પ્રેમ અને અપેક્ષાઓનો, ખાસ કરીને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા સંબંધિત, ઊંડો પ્રભાવ શામેલ હતો. ડો. થરૂરે “જૂની-શૈલીની શાળાઓ” અંગેના તેમના બિનપરંપરાગત મંતવ્યો અને તેમની શૈક્ષણિક યાત્રા વિશે વાત કરી, જેમાં ૧૯૭૫માં સ્નાતક થવું અને યુએસએમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મેળવવી, જ્યાં તેમણે માત્ર એક વર્ષમાં માસ્ટર ઓફ આર્ટ્સ ઇન લૉ એન્ડ ડિપ્લોમસી (MALD) અને ડોક્ટર ઓવ ફિલોસોફી કેવી રીતે ઓછા સમયમાં પૂર્ણ કર્યું, તે મુખ્ય બાબતો હતી. વાતચીતને વધુ સમૃધ્ધ બનાવતા, ડો. થરૂરે અમૂલ સાથે તેમના પરિવારના જોડાણ વિશે રસપ્રદ યાદગીરી જણાવી હતી. તેમાં જાણીતી બ્રાન્ડ અમૂલ સાથે તેમની બહેનોના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે અખબાર ઉદ્યોગ વિશે યાદ કરતા વાત કરી કે તે યુગ દરમિયાન અખબારો સામાન્ય રીતે “૬ થી ૮ પૃષ્ઠના” કેવી રીતે હતા.

ડો. શશી થરૂરે યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ની ઓફિસમાં તેમના કાર્યકાળ વિશે ચર્ચા કરી સમજાવ્યું કે આ અનુભવ તેમની વ્યાવસાયિક કારકિર્દી અને તેમની સમગ્ર સમજણને આકાર આપવામાં કેટલો મહત્વપૂર્ણ હતો.

આ કાર્યક્રમે વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિષયો પર ભારતના સૌથી સ્પષ્ટ વક્તા અને આદરણીય વ્યક્તિઓમાંના નિષ્ણાત ડો. શશી થરૂર સાથે જોડાવા અને આ વિષય અંગે નવું શીખવાની અનોખી તક પૂરી પાડી હતી.

વધુ વિગતો માટે કૃપા કરીને એએમએને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *