ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ એ એક અનોખી મનોવિજ્ઞાન આધારિત થ્રિલર છે, જે પ્રેક્ષકોને અંત સુધી બાંધીને રાખે છે. પલ્લવ પરીખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કથા માયા નામની એક 42 વર્ષની મહિલાની આસપાસ ફરે છે, જેને ડિમેન્શિયાનો સામનો કરવો પડી રહ્યો છે.
એક દિવસ એ પોતાના જ ઘરમાં એક હત્યાની સાક્ષી બને છે, પણ એની માનસિક સ્થિતિને કારણેએ ભ્રમ અને હકીકત વચ્ચે ભેદ સમજી શકતી નથી. સમગ્ર ફિલ્મ દરમ્યાન માયા પોતાની ભૂલેલી વાતની સાથે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા કલાકારોની અસરકારક કામગીરી જોવા મળે છે.
શ્રીકુમાર નાયરની સિનેમેટોગ્રાફી અને દર્શન શાહના સંગીતે ફિલ્મના થ્રિલ અને ઇમોશન બંનેને ઊંડાણ આપી છે. દર્શકો તરફથી પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, બુકમાયશૉ જેવા પ્લેટફોર્મ સારા રેટિંગ મળ્યા છે અને સોશિયલ મિડિયા પર લોકો ફિલ્મના પ્લોટ અને અભિનયની ખૂબ વખાણ કરી રહ્યા છે. હાલમાં ફિલ્મ અમદાવાદ સહિત અનેક શહેરોમાં રિલીઝ થઈ ગઈ છે અને જો તમે થ્રિલર શૈલીની ફિલ્મો પસંદ કરો છો તો ‘ભ્રમ’ એકદમ જોવાલાયક છે.
આ ફિલ્મને અમે 5 માંથી 3.5 સ્ટાર્સ આપીએ છીએ.
