કલોલ, ૧૧ એપ્રિલ ૨૦૨૫ : શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે. સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રી જય શાહ, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પૂર્વ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ, ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી હરિભાઈ જેઠાભાઇ દેસાઈ અને શ્રી દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહડા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળશે. સમાજના ઉત્કર્ષ અને સંસ્કારસભર પરંપરાને ઉજાગર કરતો આ સમૂહલગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે સામાજિક કાર્યકરો તરીકે પ્રવક્તા તરીકે શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રી હરીશભાઈ દેસાઈ અને શ્રી રેવાબેન એચ દેસાઈ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જણાવી હતી.. સમાજસેવા અને સંસ્કારનું જીવંત દ્રષ્ટાંત બનેલા આ સમૂહલગ્ન મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે. આ કાર્યક્રમ માં શ્રી જોધ વિસત મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ ૧૪ પરગણા રબારી સમાજના સંતો – મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે.
સમાજ સેવક શ્રી દિનેશ હરીશભાઈ દેસાઈ દ્વારા જણાવામાં આવ્યું કે, “રબારી સમાજની સાથે સાથે અન્ય સમજો માટે પણ આ પ્રકારની સેવાકીય કામગીરી દ્વારા હું લોકોને સામાજિક સેવામાં યોગદાન આપવા માટેની અપીલ કરું છું.”
આ સાથે કિર્તીદાન ગઢવી, ગમન સાંથલ, ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી, કિંજલ રબારી, હિતેશ અંટાળા, વિક્રમ માલધારી, વાઘજી રબારી, તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારો ભવ્ય લોકડાયરો પણ થશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, નિતીન બારોટ દ્વારા કરવામાં આવશે. આ સાથે ભવ્ય લગ્ન ગીતો સંગીતાબેન લાબડીયા, બ્રિજરાજ લાબડીયા, માહી દેસાઈ, ભાવિકા રબારી, તન્વી ચૌહાણ, લાઈવ ડી.જે. જાન આગમન સમયે ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારો દ્રારા આપવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સંકલન સંજય અડિસણાનુંપરૂ, રવિ ખોરજ, સુનીલ જસપુરા, રાજન રાયકા, ધવલ મોટણ ઉપસ્થિત રહેશે.
તા. 12 એપ્રિલ ના રોજ ગણેશસ્થાપના મહેંદી રસમ, હલ્દી રસમ, ભવ્ય લોકડાયરો તેમજ 51 દીકરીઓની મહાઆરતી સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે.