રાકેશ પાંડેના નેતૃત્વ હેઠળ વિશ્વ આરોગ્ય દિવસે “ખેલો ઈન્ડિયા 2025″નું સફળ આયોજન

ગાંધીનગર, 7 એપ્રિલ – સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અભિનેતા અને સંસ્થાના અધ્યક્ષ રાકેશ પાંડેની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ખેલો ઈન્ડિયા નેશનલ ઓપન મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન 7 થી 9 એપ્રિલ 2025 દરમિયાન રામકથા ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું.

વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમતોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવી, જેમાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

કાર્યક્રમમાં ખાસ આકર્ષણ તરીકે સેલિબ્રિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકારો જનક ઠક્કર અને અરવિંદ વેગડાએ ભાગ લીધો હતો. મેચ દરમિયાન દર્શકો માટે રોમાંચ અને આનંદનો મહોલ સર્જાયો.

આ પ્રસંગે આયોજક રાકેશ પાંડેએ જણાવ્યું હતું કે, “વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોના આયોજને આનંદ આપ્યો. સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જોડાઈને અમારું ઉત્સાહ વધાર્યું, જે અમારા માટે ગૌરવની બાબત છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *